ETV Bharat / state

વિકટની ઘડીમાં જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આવ્યું પશુ-પંખીઓના વ્હારે - coronavirus latest news

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે માનવમાત્રની ચિંતા અને સેવા સૌ કોઈ કરી રહ્યું છે. પરંતુ વિકટની આ ઘડીમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનો વિચાર જૂનાગઢના બાબા મિત્ર મંડળને આવ્યો અને ગાય અને શ્વાનો માટે આજથી ખોરાકની વ્યવસ્થાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વિકટની ઘડીમાં જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આવ્યું શ્વાન અને ગાયોને વહારે

author img

By

Published : Mar 26, 2020, 12:57 PM IST

જૂનાગઢઃ કોરોના વાઈરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉનનો અમલ રહેશે. જેને ધ્યાને લઇને હવે માનવ માત્રની સેવા ઠેર-ઠેર થઇ રહી છે. દરેક જીવ માનવની ચિંતા કરે તે સ્વાભાવિક છે અને વિકટની આ ઘડીમાં એક માનવ જ માનવને કામ આવી શકે અને આ જ તેની ફરજ પણ માનવતા ખાતર હોઈ શકે છે.

ત્યારે આ પરિસ્થિતિમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકોની સેવા માટે આગળ આવી છે અને તેમની તત્પરતા બતાવી રહી છે. પરંતુ આ ઘડીમાં મુંગા પશુ-પક્ષી અને શ્વાનો માટે જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આગળ આવ્યું છે અને આ વિકટ સમા સમયમાં તેમને ખોરાક મળી રહે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે.

વિકટની ઘડીમાં જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આવ્યું શ્વાન અને ગાયોને વહારે
જૂનાગઢમાં છેલ્લા 12 વર્ષથી બાબા મિત્ર મંડળ વિનામૂલ્યે હરતું-ફરતું અન્નક્ષેત્ર ચલાવે છે. મિત્ર મંડળના સભ્યો જૂનાગઢ શહેરના માર્ગો પર અપંગ ભિક્ષુક અને એકલતામાં રહેતા લોકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ ઉપલબ્ધ કરાવે છે. હવે જ્યારે દેશની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. ત્યારે આવા લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા મળી જ રહે છે પરંતુ આ વિકટના સમયમાં પશુ-પક્ષીઓ અને શ્વાનની ચિંતા કરીને મિત્ર મંડળ આગળ આવ્યું છે. સામાન્ય દિવસોમાં જ્યારે બજાર ખૂલેલી જોવા મળતી હોય છે ત્યારે શ્વાન અને ગાયો માટે ખોરાકની વ્યવસ્થા આપોઆપ થઇ જતી હોય છે.

પરંતુ લોકડાઉનને લઈને બજારો બંધ છે લોકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે પશુ-પક્ષી અને યુવાનોને ખોરાકને ખૂબ જ તીવ્ર અછત ઊભી થઈ હશે તે સ્વાભાવિક છે. આ પશુ-પક્ષીઓ હાથ ક્યાંય લંબાવી શકતા નથી તેની ચિંતા કરીને મિત્ર મંડળના સભ્યો સમગ્ર જૂનાગઢમાં ફરીને શ્વાન તેમજ ગાયો અને પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરીને સેવાની સાથે અદભૂત માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.