જૂનાગઢઃ કોરોના વાઈરસ તેની ઘાતક અસરો વિસ્તારી રહ્યો છે ત્યારે લોકોમાં આ વાઇરસ ખૂબ જ ઝડપથી ન પ્રસરે તેમજ લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે આજથી જૂનાગઢની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આરોગ્યવર્ધક અને વિનામૂલ્યે ઉકાળાના વિતરણની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. જેનો લાભ મોટી સંખ્યામાં હોસ્પિટલે આવતા લોકોએ લીધો હતો.
હોસ્પિટલે આવતા દર્દીઓની સાથે તેમની સારસંભાળ માટે આવતા લોકોને પણ આ ઉકાળો અને દવાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. ઉકાળો અને દવા કોરોના વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેના કારણે કોરોના વાઈરસ લોકોના શરીરમાં પ્રવેશીને અસર કરી શકતો નથી.

આ ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાથી કેટલીક સામાન્ય બિમાર વ્યક્તિ પણ કોરોના વાઈરસથી પોતાની જાતને સુરક્ષિત કરી શકે છે. જેને ધ્યાને લઈને આ ઉકાળાનું વિતરણ બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે.
