ETV Bharat / state

આગામી અઠવાડિયામાં તાલાળાની કેસર કેરીનું બજારમાં આગમન - kesar keri

જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીએ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી કેરીના રસીયાઓના દિલમાં સ્થાન મેળવ્યુ છે. તેથી ઉનાળાની સીઝન આવતા જ કેરીના રસીકો તેના વાટે બેઠા હોય છે. ત્યારે ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે એક સારા સમાચાર છે. આગામી એક અઠવાડિયા બાદ જૂનાગઢની શાન ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થઈ રહ્યુ છે. જો કે, આ વર્ષે કેરીના રસિકોને કેરીનો સ્વાદ થોડો મોંઘો પડવાની શક્યતાઓ છે.

કેસર કેરી
author img

By

Published : Apr 27, 2019, 1:49 PM IST

જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરી આ વર્ષે ગત વર્ષની સરખામણીએ થોડી ઓછી ઉતરશે. જ્યાં સુધી વાત કેરીના સ્વાદની છે તો, કેરીના રસિકો માટે સ્વાદ માણવા માટે કેરીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના પાકમાં થોડો ઘટાડો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્ષો-વર્ષ વાતાવરણમાં આવતો પલટો, કમોસમી વરસાદ અને ઠંડી અને ગરમીનું પ્રમાણ વધઘટ થતું રહેતા કેરીના ઉત્પાદન અને તેના કદ પર મોટા પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળતી હોય છે. ગત વર્ષે કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. તાલાળા માર્કેટીંગ યાર્ડમાં પણ છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં જે કેરીના બોક્સની આવક થઇ હતી, તે ગત વર્ષે સર્વોચ્ચ જોવા મળી હતી, પરંતુ આ વર્ષે વાતાવરણની અનિશ્ચિતતા અને ઠંડી-ગરમીના પ્રમાણમાં વધઘટ રહેવાને કારણે આંબામા મોર બંધાવાની પ્રક્રિયામાં થોડો વિક્ષેપ પડ્યો છે. જેથી કેરીનું બંધારણ અને તેનું કદ ગત વર્ષની સરખામણીમાં થોડું નાનું જોવા મળશે.

તાલાળાની કેસર કેરીનું બજારમાં આગમન

ગતત વર્ષે પ્રતિ 20 કિલો કેરીના ભાવ ઉંચામા ઉંચા 1200 રૂપિયા અને નીચામાં નીચા 400 રૂપિયા સુધીના ભાવ હતા. શરૂઆતના દિવસોથી લઈને કેરીની સીઝન પૂર્ણ થયા સુધી આ ભાવો જળવાઈ રહ્યા હતા. મતલબ કે, સારી કેરીના બજાર ભાવ એકસરખા, તો મધ્યમ અને નબળી કેરીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે પ્રતિ 20 કિલોના કેરીના બજારભાવ સારાથી લઈ અને મધ્યમ અને ઉચ્ચ કેરીના એકસરખા જળવાઈ રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

Intro:આગામી એક અઠવાડિયા બાદ જૂનાગઢ અને ગીરની શાન ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થવાની ઘડીઓ ગણાઇ રહી છે

Body:કેરીના રસિકો માટે જૂનાગઢ અને ગીર માંથી આવી રહ્યાં છે સોડમ સાથેના સારા સમાચાર.આગામી એક અઠવાડિયા બાદ ગીર અને જૂનાગઢની શાન ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થશે જેને લઇને કેરીના રસિકો આ વર્ષે તો થોડું મોંઘો પણ કેરીનો સ્વાદ માણવા માટે પૂરતી તક મળી રહેશે તેવું હાલના તબક્કામાં લાગી રહ્યું છે

ઉનાળાની શરૂઆત થતાં જ સ્વાદના રસિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હોય છે તે ગીર અને જૂનાગઢ પંથકની સાન સમી કેસર કેરીનું આગમન હવે બસ એકાદ અઠવાડિયા બાદ બજારમાં થઈ જશે આખું વર્ષ કેરીની રાહ જોતા કેરીના રસિકો માટે આગામી એક મહિનો સ્વાદ ના સમાચારો માટે સારો કહી શકાય તેવું માનવામાં આવી રહ્યું છે ગીર અને જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીનો પાક આ વર્ષે ગત વર્ષની સરખામણીએ થોડો ઓછો છે પરંતુ જ્યાં સુધી વાત કેરીના સ્વાદની છે તો કેરીના રસિકો માટે સ્વાદ માણવા માટે કેરીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે

ગીર અને જૂનાગઢની શાન ગણાતી કેસર કેરી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલી છે ગીર અને જૂનાગઢમાં થતી કેસર કેરી સ્વાદની દૃષ્ટિએ યુનિક માનવામાં આવે છે ત્યારે સમગ્ર વિશ્વના લોકો ગીર અને જુનાગઢ તરફથી પાકતી કેસર કેરીની રાહ જોઇને બેઠા હોય છે ત્યારે હવે બસ થોડા જ દિવસોમાં ગીરની કેસર કેરીનું આગમન બજારમાં થઇ જશે જેનું સાર્વત્રિક ધોરણે વેચાણ થશે જેનો સ્વાદ કેરીના રસિકો માટે મળવો આસાન બની રહેશે

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના પાકમાં થોડો ઘટાડો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે વર્ષોવર્ષ વાતાવરણમાં આવતા પલટા અને કમોસમી વરસાદને કારણે તેમજ ઠંડી અને ગરમીનું પ્રમાણ વધઘટ રહેતા કેરીના ઉત્પાદન અને તેના કદ પર મોટા પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળતી હોય છે ગત વર્ષે કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પણ છેલ્લા ૨૦ વર્ષના ઇતિહાસમાં જે કેરીના બોક્સની આવક થઇ હતી તે ગત વર્ષે સર્વોચ્ચ જોવા મળી હતી પરંતુ આ વર્ષે જ્યારે વાતાવરણની અનિશ્ચિતતા અને ઠંડી અને ગરમીનું પ્રમાણ વધઘટ રહેવાને કારણે આબામા મોર બંધાવાની પ્રક્રિયામાં થોડો વિક્ષેપ પડ્યો છે જેને કારણે તેનું બંધારણ અને તેનું કદ ગત વર્ષની સરખામણીમાં થોડું નાનું જોવા મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે

ગત વર્ષે પ્રતિ ૨૦ કિલો કેરીના ભાવ ઉંચા માં 1200 રૂપિયા થી લઇ અને નીચામાં ચારસો રૂપિયા સુધીના ભાવ શરૂઆતના દિવસોમાં ખુલ્યા હતા આ જ ભાવો કેરીની સીઝન પૂર્ણ થવા સુધી જળવાઈ રહ્યા હતા મતલબ કે સારી કેરીના બજાર ભાવ એકસરખા જળવાઈ રહ્યા હતા તો મધ્યમ અને નબળી કેરીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે કેરીનાં ઉત્પાદનમાં ઞત વર્ષની સરખામણીમાં ઘટાડાની શક્યતાઓ જોવામાં આવી રહી છે જેને કારણે પ્રતિ ૨૦ કિલોના કેરીના બજારભાવ સારાથી લઈ અને મધ્યમ અને ઉચ્ચ કેરીના એકસરખા જળવાઈ રહે તેવી શક્યતાઓ હાલના તબક્કે લાગી રહી છે

બાઈટ _01 જયદીપ ગઢવી કેરીની ખેતી કરનાર જુનાગઢ

Conclusion:કેરીના રસિકો કેરીનો સ્વાદ માણવા થઈ જાવ તૈયાર ગિરની શાન અને વિશ્વવિખ્યાત કેસર નું આગામી એક અઠવાડિયા બાદ થશે બજારમાં આગમન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.