જૂનાગઢ: ઉત્તરાખંડમાં ફરી એક વખત પહાડ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રવાસ માટે ગયેલા જુનાગઢ સહિત સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ ફસાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે પહાડો તૂટી રહ્યા છે. તેને કારણે કાટમાળ માર્ગો પર ઘસી રહ્યો છે. જેથી બે શહેર વચ્ચે નો રસ્તો સંપૂર્ણ પણે બંધ થઈ ગયેલો જોવા મળે છે. જેને કારણે પ્રવાસીઓ જે જગ્યા પર હતા ત્યાં જ પાછલા 48 કલાક કરતાં વધુ સમયથી ફસાયેલા જોવા મળી રહ્યા છે.
ચિંતાનું કારણ: જે રીતે પહાડો તૂટવાની ઘટના સતત ઘટી રહી છે જે પ્રવાસીઓમાં ચિંતાનું કારણ પણ બની રહી છે. સદનસીબે પહાડ તૂટી પડવાની ઘટનામાં કોઈ મુસાફરને નાની મોટી કે ગંભીર ઇજાઓ થઈ નથી. પરંતુ પાછલા બે દિવસથી ધોરીમાર્ગ બંધ થતા પ્રવાસીઓ ફસાયેલા જોવા મળી રહ્યા છે. જૂનાગઢના 20 પ્રવાસીઓ ફસાયા જુનાગઢના 20 કરતા વધુ પ્રવાસીઓનું એક ગ્રુપ ઉત્તરાખંડમાં વેકેશન પસાર કરવા માટે ગયું છે. જે પહાડ તૂટી પડવાની ઘટનામાં નૈનીતાલ નજીક ફસાયેલું જોવા મળે છે. આ પ્રવાસીઓ આજે સવારે નૈનીતાલ થી આગળ જવા માટે નીકળવાના હતા. પરંતુ અચાનક પહાડ તૂટી પડવાને કારણે તેઓ નૈનીતાલ વિસ્તારની આસપાસના ગામોમાં ફસાયેલા જોવા મળે છે.
ઘટના સ્થળ પરથી વિડિયો: પહાડ તૂટી પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં સેના સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની સાથે સ્વયંસેવકો પણ કામ કરી રહ્યા છે. પરંતુ પહાડના ખૂબ મોટા ભાગો ધરાસાઈ થઈ રહ્યા છે. જેને માર્ગ પરથી દૂર કરવા પણ ખૂબ સમય માગી લે તેવી પરિસ્થિતિ છે. સદનસીબે વરસાદ પડતો નથી એટલે પ્રવાસીઓ પોતાની રીતે પણ ફસાયેલી જગ્યાથી બહાર નીકળી રહ્યા છે. જુનાગઢના પ્રવાસી હેમા બહેને ઈટીવી ભારત માટે ઘટના સ્થળ પરથી આ વિડિયો મોકલ્યો છે.