જૂનાગઢ: શહેરના માર્ગ પર એમ્બેસેડર કાર જોવા મળી ઘણા વર્ષો પછી જૂનાગઢ શહેરના માર્ગો પર એમ્બેસેડર કાર(Ambassador car) જોવા મળતા માર્ગ પરથી પસાર થતાં પ્રત્યેક વ્યક્તિની નજર આ રજવાડી ઠાઠ સમી એમ્બેસેડર કાર (Ambassador car in Junagadh)ખેંચી રહી હતી ખૂબ મહેનત અને લાખો રૂપિયાના ખર્ચે આ કાર જૂનાગઢમાં આવી છે અને તે હાલ તે જૂનાગઢના રાજમાર્ગો પર ફરી રહી છે.
આ પણ વાંચોઃ આ 13 વર્ષના બાળકે કર્યું એવું કામ કે, તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, જાણો...
જૂનાગઢના માર્ગ પર જોવા મળ્યો રજવાડી ઠાઠ - વર્ષો પછી જૂનાગઢના માર્ગ પર સૌ કોઇની નજર ખેંચતી અને રજવાડી ઠાઠ ધરાવતી એમ્બેસેડર કાર(Ambassador car) જોવા મળી હતી. માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ એક વખત કાર સમક્ષ આકર્ષાઈને તેને જોવા માટે ઊભા રહી જતા હતા. વર્ષો બાદ રજવાડી ઠાઠ ધરાવતી એમ્બેસેડર કાર જૂનાગઢના માર્ગો (Ambassador car in Junagadh)પર જોવા મળતા ફરી એક વખત જૂનાગઢમાં રજવાડું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. એમ્બેસડર કારને રજવાડી કાર તરીકે આજે પણ જોવામાં આવે છે જેતે સમયે ભારતના ગણના પ્રાપ્ત વ્યક્તિઓ અને રાજા રજવાડાઓ આ કારનો ઉપયોગ કરતા હતા. એ ફરી એક વખત વર્ષો બાદ જૂનાગઢના માર્ગ પર જોવા મળતા રજવાડી ઠાઠ ધરાવતી એમ્બેસેડર કાર જૂનાગઢમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની ગઈ છે.
આ પણ વાંચોઃ વર્ષો પહેલા ફોર્ડે જે કારનું નિર્માણ બંધ કર્યું, આજે પણ તે કાર જૂનાગઢમાં અડીખમ
જૂનાગઢના કાર પ્રેમીએ એમ્બેસેડરને કરી જીવંત - જૂનાગઢમાં રહેતા સંજયભાઈ એમ્બેસેડર કારના રજવાડી ઠાઠને ફરી એક વખત જીવંત બનાવ્યો છે. સંજયભાઈ એમ્બેસેડર કાર ખરીદવા માગતા હતા પરંતુ તેને જુની કાર પણ બજારમાં મળતી ન હતી ત્યારે એમ્બેસેડર કાર ખરીદવાના મક્કમ મનોબળ સાથે સંજયભાઈ સતત મહેનત કરી અને દિલ્હી ખાતેથી કંપનીના ગોડાઉનમાંથી આ કારને મેળવવામાં તેને સફળતા મળી ત્યારબાદ રાજકોટ લાવીને કારનું રીનોવેશન કામ કરીને એકદમ રજવાડી ઠાઠ સાથે એમ્બેસેડર કાર બનાવીને આજે જૂનાગઢના માર્ગો પર રજવાડી ઠાઠ સાથે કાર જોવા મળે છે. હિન્દુસ્તાન મોટર દ્વારા નિર્મિત આ કાર પેટ્રોલ અને સીએનજી એન્જીન ધરાવે છે. સંજયભાઈ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કંપનીમાંથી મેળવેલી આ કાર રીનોવેશન બાદ આજે ફરી એક વખત રજવાડી ઠાઠનો અહેસાસ જૂનાગઢને કરાવી રહી છે.