- કોરોનાના સંક્રમણને કારણે સાસણ, દેવળીયા, આંબરડી સફારી પાર્ક અને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય કરાયુ બંધ
- સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વન વિભાગે કર્યો નિર્ણય
- રાષ્ટ્રીય સફારી પાર્ક અને સકરબાગ પ્રાણીસંગ્રહાલય અનિશ્ચિત સમય સુધી તમામ પ્રવાસીઓ અને મૂલાકાતીઓ માટે કરાયું બંધ
- ગીર વિસ્તારમાં આવેલા સાસણ, દેવળિયા અને આંબરડી સફારી પાર્ક તેમજ જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે કરાયું બંધ
જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે ગીર વિસ્તારમાં આવેલા સાસણ, દેવળિયા અને આંબરડી સફારી પાર્ક તેમજ જૂનાગઢમાં આવેલું એશિયાનો સૌથી જૂનો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તમામ પ્રકારના પ્રવાસીઓ અને યાત્રિકો માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે. રવિવારથી અનિશ્ચિત સમય સુધી ગીર વિસ્તારના પ્રાણીઅભ્યારણો અને સકરબાગ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલા ગીર નેચર સફારી પણ આગામી અનિશ્ચિત સમય સુધી તમામ પ્રકારના પ્રવાસીઓ અને મૂલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
![ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-park-vis-01-pkg-7200745_02052021095721_0205f_1619929641_258.jpg)
![ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-park-vis-01-pkg-7200745_02052021095721_0205f_1619929641_815.jpg)
આ પણ વાંચોઃ ભવનાથમાં મિની લોકડાઉનને પગલે તમામ વ્યાપારિક સંકુલો, મંદિરો અને આશ્રમો સજ્જડ બંધ
એક વર્ષના ટૂંકા સમયમાં સતત બે વખત અનિશ્ચિત સમય સુધી સફારી પાર્ક ને બંધ કરવાની પડી ફરજ
વર્ષ 2020માં કોરોનાના સંક્રમણે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો હતો. તેને ધ્યાને રાખીને ગીર, સાસણ, દેવડીયા અને આંબરડી સફારી પાર્ક તેમજ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ બંધ રાખવામાં આવ્યું હતું. એક વર્ષના ટૂંકા સમયગાળામાં ફરી બીજી વખત કોરોનાનું સંક્રમણ સતત ભયજનક રીતે આગળ વધી રહ્યુ છે.
![ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-park-vis-01-pkg-7200745_02052021095721_0205f_1619929641_796.jpg)
![ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-park-vis-01-pkg-7200745_02052021095721_0205f_1619929641_783.jpg)
આ પણ વાંચોઃ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મુલતવી રાખવામાં આવી
25મી ઓકટોબરથી શરૂ થયેલું ગીર નેચર સફારી સૌપ્રથમ બંધ રાખવાનો નિર્ણય
કોરોનાની પરિસ્થિતિમાં યાત્રિકોની સલામતી તેમજ જંગલ વિસ્તારમાં સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે. 25મી ઓકટોબરથી શરૂ થયેલું ગીર નેચર સફારી પણ પ્રથમ વખત શરૂ થયા બાદ કોરોના સંક્રમણને કારણે અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
![ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-park-vis-01-pkg-7200745_02052021095721_0205f_1619929641_350.jpg)