જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન અમલ કરવામાં આવ્યુ છે અને લોકો લોકડાઉનનો કડક અમલ પણ કરી રહ્યા છે. જે લોકોથી ભૂલથી ભંગ થયો છે, તેના સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ C ડિવીઝન પોલીસ સ્ટેશનમાં PSI બડવાની ઉપસ્થિતીમાં લોકડાઉનના કાયદાનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. તો તેમના સામે કડક કાર્યવાહી કરી બધા માટે કાયદો એક સમાન હોવો જોઇએ, એવો ગુજરાતમાં દાખલો બેસાડવા AAM પ્રમુખ ભરતભાઇ સોંદરવાએ રાજ્ય પોલીસવડા અને જીલ્લા પોલીસવડાને પત્ર મારફતે માગ કરી છે.