જૂનાગઢ : લોકડાઉનની કેટલીક અસહ્ય અસરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં બંગાળી કાપડ અને સાડીની ફેરી કરવા આવતા ત્રણ યુવાનો આજે લોકડાઉનમાં ફસાયા છે. છેલ્લા 51 દિવસથી આ યુવાનો ફેરી માટે જઇ શકતા નથી. તેમજ તેમની પાસે તેમના નિભાવનો પણ કોઈ સહારો નહીં હોવાને કારણે આ યુવાનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા આ યુવાનને ખીચડી અને રાશન છેલ્લા 50 દિવસથી પહોંચાડવામાં આવી રહ્યું છે.
લોકડાઉનને કારણે જૂનાગઢમાં ફસાયા પશ્ચિમ બંગાળના ફેરી કરતા યુવાનો - West Bengal was trapped in Junagadh
પશ્ચિમ બંગાળના ત્રણ યુવાનો કે જે કાપડની ફેરી માટે છેલ્લા એક વર્ષથી જૂનાગઢ નિયમિત આવી રહ્યા છે. આ યુવાનો આજે લોકડાઉનમાં ફસાયેલા જોવા મળ્યા છે. આ યુવાનો તેમની કાપડની ફેરી ફરીથી શરૂ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળનો ફેરી કરતો યુવાન લોકડાઉનને પગલે જૂનાગઢમાં ફસાયો