- પ્રેમમાં નિષ્ફળતા મળતાં મુંબઈની યુવતી ઘરેથી ભાગી ગઈ
- પોલીસે મુંબઈ રહેતા યુવતીના માતા-પિતાનો સંપર્ક કરી યુવતીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
- પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવતીએ ભર્યું આ પગલું
જૂનાગઢ : પોતાનો પ્રેમી સાથે લગ્ન કરવાના ઈરાદે યુવતી પોતાના માતાપિતાની જાણ કર્યા વગર મુંબઈથી રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ આવીને ભવનાથમાં રોકાઈ હતી. જેની જાણ પોલીસને થતા પોલીસે યુવતીના ભાંડુપમાં રહેતા માતા-પિતાનો સંપર્ક કરીને તેમને સોંપીને યુવતી અને માતા-પિતાને સમજણથી રહેવાની જૂનાગઢ પોલીસે સલાહ આપીને યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
આ પણ વાંચો : દિકરીએ કર્યાં પ્રેમ લગ્ન, એક વર્ષ બાદ પરિવારે કરી નાંખી હત્યા
યુવતી ઘરમાંથી કોઈને કહ્યા વગર જૂનાગઢ આવી ગઈ
પ્રેમમાં નિષ્ફળતા મળતાં મુંબઈના ભાંડુપની યુવતી મુંબઈથી રાજકોટ અને ત્યાંથી જૂનાગઢના ભવનાથમાં આવી પહોંચી હતી. ગિરનારમાં માતાજીના દર્શન કરી ભવનાથમાં આવેલા દેવીપૂજક વિસ્તારમાં રહેતી હતી, ત્યારે અહીં રહેતા દેવશી દેવીપૂજકે ભવનાથ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ યુવતીને પોલીસ મથક લઈ ગયા હતા. જ્યાં મહિલા પોલીસની હાજરીમાં યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી. યુવતી ગત 28 માર્ચના દિવસે મુંબઈથી તેમના માતા-પિતાને જણાવ્યા વિના રાજકોટ અને ત્યાંથી જૂનાગઢના ભવનાથ આવી હતી. યુવતીની સમગ્ર હકીકત જાણીને જૂનાગઢ પોલીસે મુંબઈના ભાંડુપમાં રહેતા યુવતીના પિતા મનસુખ ગાંગડીયાનો ટેલિફોનિક સંપર્ક કરીને તેને જૂનાગઢ બોલાવીને તેમને પુત્રીનો પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા યુવતી અને તેના પરિવારને એકમેકને સમજદારીપૂર્વક જીવન જીવવાની અને કોઈ નિર્ણય કરતા પહેલાં ખૂબ ગંભીરતાથી વિચાર કરવાની આકરા શબ્દોમાં સલાહ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : બાયડમાં પ્રેમ લગ્ન કરનાર યુગલ પર યુવતીના પરિજનોએ કર્યો ઘાતકી હુમલો
પ્રેમી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
યુવતીને તેના પ્રેમી સાથે પ્રેમ હોવાને કારણે લગ્ન કરવાના ઈરાદે ઘરમાંથી કોઈને જણાવ્યા વગર ભાગી ગઈ હતી, પરંતુ યુવતીનો પ્રેમી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાને કારણે તે જેલમાં સજા કાપી રહ્યો છે. પ્રેમમાં નિષ્ફળ રહેલી આ યુવતી મુંબઈથી રાજકોટ અને જૂનાગઢ નાસી છૂટી હતી, જેને જૂનાગઢ પોલીસે પરિવાર સાથે સફળ મિલન પણ કરાવ્યું હતું. કિશોરાવસ્થામાં યુવક અને યુવતીઓ પ્રેમમાં અંધ બનીને પોતાની જાત સાથે અન્યાય કરી બેસતા હોય છે અને નાદાનીમાં આવા આકરા નિર્ણયો પણ લઇ લેતા હોય છે.