ETV Bharat / state

જૂનાગઢમાં મેઘરાજાની ધુઆંધાર બેટિંગ, બે કલાકમાં 3 ઈંચ - junagadh rain photos

જૂનાગઢમાં શુક્રવારે ધોધમાર વરસાદ પડતા ગિરનાર પર્વત પરથી ઝરણાઓ વહેતા થયા હતા. દામોદર કુંડ સતત ત્રણ દિવસથી છલકાઇને વહી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે ગિરનાર પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સતત તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે.

junagadh rain photos
junagadh rain photos
author img

By

Published : Aug 14, 2020, 3:12 PM IST

જૂનાગઢઃ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરમાં સવારના 10 કલાકની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે સમગ્ર ગિરનાર પર્વતક્ષેત્ર, દામોદર કુંડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીના લીધે પૂરના દ્રશ્યો સર્જાયા હતા.

junagadh rain photos
દામોદર કુંડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીના લીધે પૂરના દ્રશ્યો સર્જાયા

ઉપરવાસના જંગલોમાં પડેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડ સતત ત્રણ દિવસથી છલકાઇને વહી રહ્યો છે. બીજી તરફ જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ઝરણાઓ પણ વહેતાં જોવા મળી રહ્યા છે. જે કારણે જંગલમાં કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જૂનાગઢ શહેરની સાથે ગિરનાર પર્વત પર પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગિરનારના પગથીયા પરથી વરસાદી પાણીનો પ્રવાહ તળેટી તરફ સતત આવી રહ્યો છે.

junagadh rain photos
ગિરનારના પગથીયા પરથી વરસાદી પાણીનો પ્રવાહ ગિરિ તળેટી તરફ સતત આવી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં હજૂ પણ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ભારે વરસાદને કારણે જૂનાગઢના ડેમ ઓવરફ્લો

junagadh rain photos
દામોદર કુંડ સતત ત્રણ દિવસથી છલકાઇને વહી રહ્યો છે

13 ઓગસ્ટ - સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો

જૂનાગઢ શહેર અને ગિરનાર તેમજ દાતારની પર્વત માળાઓ પર છેલ્લાં બે દિવસથી સતત અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જે કારણે ગિરનાર અને દાતાર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. દાતાર પર્વત માળા ઉપરથી વહી રહેલા ઝરણાંઓ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં બારે મેઘ ખાંગા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.