ETV Bharat / state

India Pakistan Match જામનગરમાં વર્લ્ડ કપ ફીવર, બિગ સ્ક્રીન લગાવી ભારત પાકિસ્તાન મેચ નિહાળવા વ્યવસ્થા કરતા કોર્પોરેટર

વર્લ્ડ કપ મેચમાં આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન મેચ ચાલી રહી છે. ત્યારે આ હાઈવોલ્ટેજ મેચ જોવા માટે જામનગરમાં કોર્પોરેટર દ્વારા વિશાળ એલઇડી સ્ક્રીન મૂકીને મેચ નિહાળવાનો લહાવો જામનગરવાસીઓને આપવામાં આવ્યો છે.

India Pakistan Match જામનગરમાં વર્લ્ડ કપ ફીવર, બિગ સ્ક્રીન લગાવી ભારત પાકિસ્તાન મેચ નિહાળવા વ્યવસ્થા કરતા કોર્પોરેટર
India Pakistan Match જામનગરમાં વર્લ્ડ કપ ફીવર, બિગ સ્ક્રીન લગાવી ભારત પાકિસ્તાન મેચ નિહાળવા વ્યવસ્થા કરતા કોર્પોરેટર
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 6:04 PM IST

એલઇડી સ્ક્રીન ગોઠવાઇ

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહામુકાબલો થઈ રહ્યો છે. આજરોજ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાના કારણે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ કપની મેચમાં ભારત જીતે તેવું તમામ ભારતવાસીઓ પૂછી રહ્યા છે. જોકે જામનગરમાં પટેલ સમાજ પાસે પટેલ યુવક મંડળ દ્વારા વિશાળ એલઇડી સ્કિન મૂકવામાં આવી છે. જેમાં જામનગરવાસીઓ ભારત અને પાકિસ્તાનનો મેચ જોઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

જે લોકો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જઈ શ ક્યા નથી તે અહીં એલઇડી સ્કિન પર મેચ જોઈ અને ભારતનો ઉત્સાહ વધારે તે માટે સ્થાનિક આગેવાનો દ્વારા મસ મોટી એલઇડી સ્કીન લગાવવામાં આવી છે.

તમામ મિત્રોએ મળી અને ભારત પાકિસ્તાનનો મેચ જોવા માટે ફંડ કર્યું હતું અને એલઇડી સ્કિન તેમજ લોકોને બેસવા માટે 300 જેટલી ખુરશીની વ્યવસ્થા કરી છે.ે અહીં મેચ જોવા આવેલા તમામ લોકોને ચાય અને પાણી મળી રહે તે માટે પણ પટેલ યુવક મંડળ દ્વારા તમામ તૈયારીઓ રાખવામાં આવી છે....ગોપાલ સોરઠીયા (કોર્પોરેટર )

જામનગરમાં વર્લ્ડ કપ ફીવર ખાસ કરીને ભારત પાકિસ્તાનને કારમો પરાજય આપે તે માટે જામનગરવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે જામનગરના રણજીતનગરમાં પટેલ સમાજ પાસે વિશાળ એલઇડી સ્કિન લગાવી અને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે ભેગા મળ્યા છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તેમજ અન્ય હોદ્દેદારો પણ આ મેચ જોવા માટે લોકો વચ્ચે આવ્યાં છે. ગુજરાતની ભૂમિ પર 11 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજરોજ હાઇવોલ્ટેજ મેચ હોવાના કારણે જામનગરમાં વર્લ્ડ કપ ફીવર જોવા મળી રહ્યો છે.

  1. World Cup 2023 12th Match IND vs PAK LIVE : કુલદીપે એક ઓવરમાં બે વિકેટ લીધી, બુમરાહે રિઝવાનને બોલ્ડ કર્યો, 34 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર (168/6)
  2. IND VS PAK: ભારત-પાકની હાઈવોલ્ટેજ મેચ જોવા દેશ-વિદેશમાંથી અમદાવાદમાં ચાહકો ઉમટ્યાં
  3. India Pakistan Match : ભારત-પાકિસ્તાનનો હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા બેંગલુરુના મહારાજા પહોંચ્યા અમદાવાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.