જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ
જામનગરમાં રખડતા ઢોર બેકાબૂ, મહિલાનું મોત
રખડતા ઢોર જાહેર રોડ પર પોતાનો અડીંગો જમાવે
રખડતા ઢોર જાહેર રોડ પર પોતાનો અડીંગો જમાવે જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ રખડતા ઢોર અવારનવાર ઇજાઓ પહોંચાડી રહ્યા છે.જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જુના રેલવે સ્ટેશન પાસે વેલનાથ નગરમાં રહેતી 50 વર્ષીય ગીતાબેન ડાભીને ગાયે અડફેટે લીધા હતા. ગીતાબેનના સંબંધીઓ તેમને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારઅર્થે લાવ્યા હતા.જોકે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે.
મહિલાનું જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતજામનગરમાં ગાયે મહિલાને પછાડતા મહિલાનું સારવાર દરમિયાન મોત ગીતાબેન ડાભી પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી ગાયે ગીતાબેનને પછડાટ મારી હતી.ગીતાબેન ઘટનાસ્થળે જ બેભાન થયા હતા. જામનગરમાં પહેલા પણ ખુટીયાઓએ મહિલાઓને ફગોળી હોવાની ઘટનાઓ બની ચુકી છે.
મનપા રખડતા ઢોર મુદે ક્યારે લેશે એક્શન જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોને રણજીતસાગર ડેમ ખાતે આવેલા ઢોરવાડામાં અવારનવાર મૂકવામાં આવે છે, છતાં પણ દિવસે-દિવસે રખડતા ઢોર લોકો માટે માથાનો દુખાવો બન્યા છે.મોટેભાગે રખડતા ઢોર જાહેર રોડ પર પોતાનો અડીંગો જમાવી બેસી રહે છે.જેના કારણે મોટા વાહનો પણ રોડ પરથી પસાર થઈ શકતા નથી તો મહિલાઓ તેમજ બાળકો પર રખડતા ઢોર અવાર નવાર હુમલા પણ કરે છે.