ETV Bharat / state

જામનગરમાં વિવિધ યોજનાઓ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો - જામનગર જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગ

જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જામનગરમાં પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Dec 26, 2020, 8:53 AM IST

Updated : Dec 26, 2020, 12:52 PM IST

  • પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
  • વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
  • ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર :શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વિવિધ યોજનાઓ વિશે આપવામાં આવી માહિતી

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગતની વિવિધ યોજનાઓ જેવી કે, સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા હેલ્પલાઇન, પોલીસ સેન્ટર બેઈઝ સપોર્ટ સેન્ટર, વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહિલા અને બાળ સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ જેવા કે ઘરેલું હિંસા અધિનિયમ, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ તેમજ પોક્સો એક્ટ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જામનગરમાં પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગરમાં પૂર્ણા યોજના અને મહિલા શક્તિ કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા કરવામાં આવ્યા સૂચન

તાલીમ કાર્યક્રમમાં કિશોરીઓમાં એનીમિયા અને તેની સારવાર બાબત આરોગ્ય વિભાગ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ અતિકુપોષિત બાળકોને સારવાર માટે સી.એમ.ટી.સી. તેમજ એન.આર.સી.માં રીફર કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ તથા પગભર થવા માટે અન્ય તાલીમમાં જોડાવા બાબતે ક્યા વિભાગો સાથે સંકલન કરી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત

આ તાલીમ કાર્યક્રમની સાથે શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રો માટેના ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગરને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તન પરમાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. ચંદ્રેશ ભાંભી તથા ઉપસ્થિત બાળ વિકાસ યોજના અધિકારીઓના હસ્તે માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસનાં તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તથા જેમને એવોર્ડ આપવાના હતા. તે આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત તાલીમ કાર્યક્રમમાં તાલીમ પૂરી પાડવા માટે મહિલા શક્તિ કેન્દ્રના રુક્સાદબેન ગજણ, ધરા જોષી, જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર જ્યોત્સનાબેન હરણ, 181 અભયમની ટીમના સરલાબેન તથા ગીતાબેન, વન સ્ટોપ સેન્ટરનાં રંજનબેન તથા દક્ષાબેન, ન્યુટ્રીશન ઈન્ટરનેશનલમાંથી શ્રેયસભાઈ જોષી, સર્વ શિક્ષા અભિયાનનાં હેતલબેન ભટ્ટ, આઈ.ટી.આઈનાં પ્લેસમેન્ટ ઑફિસર પવનભાઈ ગઢવી, આરોગ્ય વિભાગમાંથી જયાબેન રાઠોડ, રીદ્ધીબા જાડેજા તથા હિતેશભાઈ તથા આઈ.સી.ડી.એસ.નો સ્ટાફ હાજર રહ્યા હતા.

Last Updated : Dec 26, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.