જામનગર : જામનગર શહેરમાં બનતા વાહન, ઘરફોડ તેમજ અન્ય ચોરીના ગુના શોધવા શરદ સિંઘલની સૂચના મુજબ સીટી એ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. શિવભદ્રસિંહ મહોબ્બતસિંહ જાડેજા તથા ફિરોજભાઇ ગુલમામદભાઇ ખફી પેટ્રોલીંગમાં હતા.
બાતમીના આધારે સાધના કોલોની બાપા સીતારામના મંદિર પાસે એલ-10 બિલ્ડીંગની અગાસીમા બે ઇસમો બે દિવસ પહેલા સાધના કોલોનીમાં આવેલ અશોક સ્ટોર નામની દુકાનમાં ચોરી માટે ગયેલા તમાકુ અને ચુનાની વેચાણ અર્થે હેરાફેરી કરે છે, તેના આધારે રેઇડ કરતા બે આરોપી ભરતભાઇ કારાભાઇ ચાદપા જાતે અનુજાતી ઉવ.29, ધંધો કડીયાકામ, રહે. સાધનાકોલોની, બાપા સીતારામના મંદિર પાસે એલ-10.ત્રીજા માળે જામનગર કપીલ અમુભાઇ વડગામા જાતે સુથાર ઉવ.27 ધંધો મીસ્ત્રીકામ રહે. સાધનાકોલોની બીજા ઢાળીયો એલ-23 રુમ નં 251/2 જામનગરવાળા ચોરીમાં ગયેલા બાગબાન નં 138, તમાકુના પાઉચના કુલ-25 બોક્સ, જેની કુલ 20,000/- તથા બાબુ પાર્સલ ચુનાની 10 કિલોની થેલી નંગ-4 જેની કુલ 1,2,00/-, રોકડા 4500/- મળી કુલ 25,700 ના મુદામાલ સાથે પકડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.