જામનગરઃ INS વાલસુરા પોર્ટલમાંથી ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 26 અઠવાડિયાની સ્પેશ્યલાઇઝેશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 07 માર્ચ 2020ના રોજ આ કોર્સ સફળતાપૂર્વક પાસ કર્યો હતો.
ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓની પાસ આઉટ પરેડ યોજાઇ આ કોર્સમાં ભારતીય નૌકાદળના 342 નાવિકો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 13 નાવિકો, મોરેશિયસ પોલીસ દળના બે પોલીસ અધિકારી અને શ્રીલંકા તેમજ મ્યાનમારના નૌકાદળના બે–બે નાવિકોને સમાવી લેવામાં આવ્યા હતા. આ કોર્સમાં બેઝિક ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત વિષયોની ખૂબ વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં, હેન્ડ્સ-ઓન તાલીમ પણ આવરી લેવામાં આવી હતી. તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તાલીમના અભ્યાસક્રમમાં નિયમિત શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓ પણ સમાવી લેવામાં આવી હતી.
"પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓની પાસ આઉટ પરેડ યોજાઇ કોચીના સધર્ન નવલ કમાન્ડના ચીફ સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ) રીઅર એડમિરલ એન્ટોની જ્યોર્જ, NM, VSM પાસિંગ આઉટ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પરેડની સમીક્ષા કરી હતી. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ તાલીમાર્થીઓને એડમિરલે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીકલ વિકાસ સાથે કદમતાલ મિલાવીને આગળ વધવાની સલાહ આપી હતી. પાસિંગ આઉટ પરેડ દરમિયાન, મુખ્ય અતિથિએ સુશીલકુમાર તિવારી, DEEM(P)ને ‘શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર નાવિક’ તરીકે રામનાથ ટ્રોફી; અવધેશકુમાર યાદવ, DEEM(P)ને ‘શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન’ માટે કમાન્ડિંગ ઓફિસર INS વાલસુરા ટ્રોફી; મોહમ્મદ અલી, DEEM(P)ને ‘ઓવરઓલ ઓર્ડર ઓફ મેરિટ (પાવર)માં પ્રથમ’ આવવા બદલ બુક પ્રાઇઝ; કરણ રાજેન્દ્ર ગુપ્તા, DEEM(R)ને ‘ઓવરઓલ ઓર્ડર ઓફ મેરિટ (રેડિયો)માં પ્રથમ’ આવવા બદલ બુક પ્રાઇઝ; અવિનાશ બુર્હાગોહૈન, NVK(P)ને ‘શ્રેષ્ઠ કોસ્ટગાર્ડ ટ્રેઇની’ માટે બુક પ્રાઇઝ; અને મ્યો પાઇંગ હ્તેટ, POને ‘શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ટ્રેઇની’ માટે બુક પ્રાઇઝ એનાયત કરી તેમને સન્માનિત કર્યા હતા.