- જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો
- 64 દબાણકર્તા સામે નોંધાઈ ફરિયાદ
- દબાણકર્તાઓએ કોર્ટમાં કરી હતી અરજી
જામનગરઃ શહેર પોલીસે પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 64 જેટલી વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી સ્કૂલો બનાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર એસ રવિશંકર અને જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનએ દરેડમાં ગેરકાયદેસર દબાણનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે સ્થાનિકો કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં જામનગર જિલ્લા પોલીસવડાએ દરેડમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ ગુનો નોંધવાના આદેશ આપ્યા છે અને જામનગરમાં બી ડિવિઝનમાં કુલ 64 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.
કુલ 64 જેટલા ઈસમો સામે નોંધાયો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો
અગાઉ તમામ 64 જેટલા ઇસમોને વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી પણ ગેરકાયદે ખોલીઓ અને મકાનો તેમજ દબાણ દૂર કર્યું ન હતું અને હાઈકોર્ટે માં દણકર્તાઓએ અરજી કરી હતી. જામનગર પોલીસના જણાવ્યા અનુસાર હજુ અનેક ઇસમોના નામ તપાસમાં ખુલશે.