- કાલાવાડના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બોલાવ્યો સપાટો
- સામૂહિક દુષ્કર્મ-વાહન ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા
- પોલીસે 'ગંજી ગેંગ'ના મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીને પકડ્યા
- કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નોંધાયો ગુનો
જામનગર: કાલાવડ પોલીસે ગંજી ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈના માર્ગદર્શન મુજબ ધ્રોલ સર્કલ પીઆઈની સૂચના મુજબ પીએસઆઈ એચ. વી. પટેલએ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમ બનાવી હતી. જેમાં સર્વેલન્સ સ્ક્વોડ તથા ટેક્નિકલ સર્વેલન્સ એનાલિસિસ ટીમ અને નિકાવા ઓ.પી. સ્ટાફની ટીમોએ અલગ-અલગ દિશામાં કામ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસની ટીમને શંકાસ્પદ નંબર મળ્યા હતા
ટેક્નિકલ સર્વેલન્સ એનાલિસિસ ટીમને શંકાસ્પદ નંબરો મળ્યા હતા. આ શંકાસ્પદ નંબરોની તપાસ શરૂ હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ બહારના રાજ્યથી આવેલા હોવાનું જણાયું હતું.
આરોપીઓની સામૂહિક દુષ્કર્મના ગુનામાં પણ સંડોવણી
દિનેશ કેરમસિંગ કટારિયા (મધ્યપ્રદેશ), ચેતનસિંગ (મધ્યપ્રદેશ), સુનીલ ગુલાબસિંગ અજનાર (અલીરાજપુર) આરોપીઓ સામુહિક દુષ્કર્મમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
મોબાઈલ ચોરીમાં પણ સંડોવણી આવી બહાર
આરોપી દિનેશ કેરમસિંગ કટારિયા, થાનસિંગ ઉર્ફે હીરૂભાઇ મેહડા (મધ્યપ્રદેશ), હિમેન ચેતનસીંગ બગેલ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા છે.
સતર્કતા દાખવી પોલીસ સ્ટાફે આરોપીઓને ઝડપ્યા
આ કાર્યવાહી PSI એચ.વી. પટેલ, પી.પી. જાડેજા, એસ.આર. ચાવડા, અલ્તાફભાઈ સમા, વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા, યુવરાજસિંહ જટુભા જાડેજા, મેરૂભાઇ ભુંડિયા, કુલદિપસિંહ પરમાર, ઓ.પી. સ્ટાફ આર.વી. ગોહિલ, માલદેવસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.