- જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલ કોવિડ હોસ્પિટલમાંથી મળ્યા 22 રેમડેસીવીર
- કોવિડ હોસ્પિટલમાંથી એક સાથે 22 રેમડેસીવીર મળતા તંત્ર દોડતું થયું
- પ્રાન્ત અધિકારીઓ અને DySP સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી
જામનગરઃ શહેરમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુલની કોવિડ હોસ્પિટલમાંથી 22 રેમડેસીવીર એકસાથે મળી આવ્યા હતા, જેના કારણે તંત્ર દોડતું થયું છે. પ્રાન્ત અધિકારી અને DySP સહિતના અધિકારીઓ ગુરુકુલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અહીં તપાસ શરૂ કરી હતી. આ સાથે જ મંદિરના નામે ચાલતા કોવિડ હોસ્પિટલ પર કલંક લાગ્યો છે.
આ પણ વાંચોઃ હવે નકલી રેમડેસિવિર વેચનારાની ખેર નહીં, GTUએ રેમડેસિવિરની ચકાસણી કરવા મેથડ બનાવી
મૃત દર્દીઓના નામે અને ડિસ્ચાર્જ દર્દીઓના નામે લેવામાં આવતા ઈન્જેક્શન
જામનગરના પ્રાન્ત અધિકારી આસ્થા ડાંગર અને DySP કૃષ્ણા દેસાઈ સાંજના સમયે ગુરુકુલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં 3 કલાક સુધી હોસ્પિટલના વિવિધ રેકોર્ડ તપાસ્યા હતા અને ડોક્ટરોની પૂછપરછ કરી હતી. તે દરમિયાન વિગતો બહાર આવી છે કે, મૃત કોરોનાના દર્દીઓના નામે પણ સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શન મગાવવામાં આવતા હતા અને જે દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા હતા તેમના નામે પણ રેમડેસીવીર મગાવવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ આણંદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો
હોસ્પિટલ સંચાલકો સામે લેવાશે પગલાં
સમગ્ર મામલાની તપાસ DySP કૃણાલ દેસાઈ કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગને પણ સાથે સાંકળીને સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલમાંથી 22 રેમડેસીવીર મળી આવતા કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા છે. કોરોના મહામારીમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે.