- હાપા-કટરા અને જામનગર-કટરા વચ્ચે દોડશે સ્પેશયલ ટ્રેન
- જામનગર અને હાપાથી માતા વૈશ્નોદેવી-કટરા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે
- હાપા-કટરા અને જામનગર-કટરા વચ્ચે સ્પેશયલ ટ્રેનનું 25 ડિસેમ્બરથી ટિકિટનું બુકિંગ
જામનગરઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓની સુવિધા અને માંગણીને ધ્યાને લઇ જામનગર અને હાપાથી માતા વૈશ્નોદેવી-કટરા રેલવે સ્ટેશન (જમ્મુ-તાવી) ટ્રેનનો પુન: શરૂ કરવા નિર્ણય કરાયો છે. આ ટિકિટનું બુકિંગ 25 ડિસેમ્બરથી શરૂ થશે.
જામનગર અને હાપાથી માતા વૈશ્નોદેવી-કટરા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન શરૂ
રેલવે દ્વારા જામનગર અને હાપાથી માતા વૈશ્નોદેવી-કટરા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ માટે રેલવે દ્વારા ટ્રેનનું નવુ ટાઇમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નં. 04677 હાપા-માતા વૈશ્નોદેવી-કટરા સ્પેશિયલ એક્સપ્રેસ દર મંગળવારના રોજ હાપાથી સવારે 8:30 કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 5:40 વાગ્યે માતા વૈશ્નોદેવી-કટરા પહોંચશે. આ ટ્રેન પાંચ જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રકારે ટ્રેન નં. 04678 માતા વૈશ્નોદેવી-કટરા-હાપા એક્સપ્રેસ દર સોમવારના રોજ સવારે 9:55 વાગ્યે વૈશ્નોદેવીથી ઉપડી બીજે દિવસે સાંજે 6:30 વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેનનું 4 જાન્યુઆરીથી પ્રારંભ થશે. આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા) સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી. ટુ-ટાયર, એસી. થ્રી-ટાયર સ્લીપર કલાસ અને દ્વિતિય શ્રેણીના શિટીંગ કોચ સામેલ થશે.
ટ્રેન ટાઇમ ટેબલ
આ ઉપરાંત ટ્રેન નં. 04679 જામનગર-માતા વૈશ્નોદેવી-કટરા એક્સપ્રેસ ટ્રેન દર બુધવારના રોજ સવારે 8:15 વાગ્યે જામનગરથી ઉપડી બીજે દિવસે સાંજે 5:40 વાગ્યે કટરા પહોંચશે. આ ટ્રેન 6 જાન્યુઆરીથી શરૂ થશે. આ જ રીતે ટ્રેન નં. 04680 માતા વૈશ્નોદેવી-કટરા-જામનગર ટ્રેન દર રવિવારના રોજ સવારે 9:55 વાગ્યે કટરાથી ઉપડી બીજે દિવસે સાંજે 6:45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેનનું 3 જાન્યુઆરીથી પ્રારંભ થશે. જે હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા) સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નં. 04677 અને 04679નું બુકિંગ 25 ડિસેમ્બરથી PRS કાઉન્ટર તથા IRCTCની વેબસાઇટ પર પ્રારંભ થશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિર્ઝવેશન ટ્રેનના રૂપમાં દોડશે.