જામનગર: આ વર્ષે અનેક રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. બાળકો માટે ગીફ્ટવાળી રાખડી છે. ટોયઝ, પેન, પેન્સીલ, ગન સહિત 10થી 12 પેટર્નવાળી રાખડીઓ છે. એડી ડાયમન્ડની રાખડીમાં ભગવાનના સિમ્બોલ હોય છે. જેમકે ઓમ ગણપતિ સહિતની બજારમાં જોવા મળી રહી છે.
હાલ બજારમાં રૂપિયા 10થી 2500 સુધીની રાખડીઓ વેંચાઇ રહી છે. બજારમાં વેપારીઓ દરેક વયના ભાઇઓને પસંદ પડતી રાખડીઓ રાખે છે. જેમાં સૌથી વધુ બાળકોને પસંદ પડતી રાખડીઓ પર વધુ ઘ્યાન રાખવામાં આવે છે. બાળકોની રાખડીઓમાં લીટલ સિંઘમ, છોટા ભીમની રાખડીઓની ડિમાન્ડ સૌથી વધુ છે. બાળકો ટીવી જોતા હોવાથી કાર્ટુન કેરેકટરથી તેઓ પ્રભાવીત થતા હોય છે. આથી બાળકો માટે કાર્ટુનવાળી રાખડીઓ વધુ વેંચાઇ છે. જેમાં ડોરેમોન, મોટુ પતલુ, એવેન્જર્સ, સ્પાઇડરમેન, હલક, આર્યમેન જેવા કાર્ટુન કેરેકટરનો ક્રેઝ સૌથી વધુ છે.
