- આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- જામનગરના વોર્ડ નંબર 2ની પરિસ્થિતિ વિશે
- કેટલા કામો થયા અને હજુ કેટલા કામો બાકી
જામનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હું વોર્ડ નંબર 2 માં સફાઈ કામગીરી તો કરવામાં આવી રહી છે. પણ આ સફાઈના કચરાનું યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવતા અનેક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે.
રખડતા ઢોરથી સ્થાનિકો છે પરેશાન
આ બોર્ડમાં તમામ લોકોને પીવાનું પાણી તો ઘરે-ઘરે મળી રહ્યું છે. પરંતુ રોડ રસ્તાઓની હાલત હજુ બિસ્માર છે. જોકે, આ વિસ્તારમાં સાંઈબાબાનુ મંદિર આવેલું છે. અહીં દર ગુરુવારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ સાથે સાથે રખડતા ઢોરનો ત્રાસ પણ આ વોર્ડમાં વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ગંદકીના ગંજ
આ વિસ્તારમાંથી પૂર્વ મેયર રહી ચૂકેલા કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડમાં પડેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે.
આમ જોઈએ તો અન્ય વોર્ડ કરતા મારા વોર્ડમાં કોર્પોરેટર સક્રીય છે અને લોકોના કામ પણ તાત્કાલિક કરે છે. તેમાંય મારા વિસ્તારમાં આરોગ્યની પણ સારી સુવિધા છે અને લોકો કોર્પોરેટરની કમગીરીથી સંતુષ્ટ છે.
- વોર્ડની કુલ વસ્તી
પુરુષ | 17708 |
મહિલા | 16374 |
કુલ | 34082 |
- મતદારોની સંખ્યા
પુરુષ | 13263 |
મહિલા | 12039 |
કુલ | 25303 |
- વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર
1. | ચેતનાબેન વિજયભાઈ પુરોહિત |
2. | જનકબા ખોડુંભા જાડેજા |
3. | કિશન હમીર માડમ |
4. | જ્યેન્દ્રસિંહ મહીપતસિંહ ઝાલા |
• મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુખ્ય સ્થળો
1. | મોમાઈ નગર 1,2,3,4 |
2. | સાંઈબાબા મંદિર |
3. | ગાંધીનગર |
4. | રામેશ્વર નગર |
5. | કે.પી શાહની વાડી |
6. | રિલાયન્સ ગેસ્ટ હાઉસ |
7. | ભૂતિયો બંગલો |
8. | થોમસ સર્ચ |
9. | ધરાનગર પોલીસ હેડ ક્વાર્ટર |
10. | સોનલ રોડ રામનગર |
11. | વાછરાદાદા મંદિર |
12. | પાંચ બંગલા રોડ |
13. | નંદનપાર્ક |
14. | જલારામ નગર રોડ |