- જામનગર કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણ મામલો
- યુવતીઓની લાંબી પૂછપરછ કરાઇ
- મહિલા આયોગ પાસે તપાસની માગ
જામનગરઃ જિલ્લામાં જી.જી. હોસ્પિટલમાં યૌન શોષણ મામલે બનાવવામાં આવેલી કમિટીએ યુવતીઓની ડેન્ટલ હોસ્પિટલ ખાતે પૂછપરછ કરી હતી. સતત 5 કલાક સુધી પૂછપરછ કરી અને વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો હોવાનું યુવતીઓ જણાવ્યું હતું. જેના કારણે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે અને મહિલા આયોગ પાસે તપાસ કરવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો
- જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં એટેનડેન્ટ મહિલા કર્મચારીઓના યૌન શોષણનો મામલો
- આમ આદમી પાર્ટી દ્વારા તપાસ સમિતિની કાર્યવાહી અંગે સવાલો ઉભા કર્યા
- ડેન્ટલ કોલેજ ખાતે બપોરના 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પીડિત મહિલાઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે
- તપાસ સમીતિના નિવેદનની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- સમગ્ર મામલે મહિલા આયોગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માગ
- સમગ્ર ઘટનાને દબાવી દેવાના તંત્ર દ્વારા પ્રયાસ કરાતા હોવાનો આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર દ્વારા આક્ષેપ કરાયો
- આવતી કાલથી આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો અને સંગઠનો મેદાનમાં આવશે
જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણની ઘટના
આરોગ્ય કર્મચારીએ આક્ષેપ કર્યા છે કે, કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવતી યુવતીઓ અવાર-નવાર યૌન શોષણનો શિકાર બનાવવામાં આવતી હતી, અત્યાર સુધીમાં 60 થી 70 યુવતીઓને જાતીય સતામણી કરવામાં આવી હતી. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ત્રણ યુવાન અવારનવાર ફોન દ્વારા અને મેસેજ દ્વારા આ યુવતીઓને પોતાના તાબે થવા માટે મજબૂર કરતા હતા.
આ પણ વાંચોઃ જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા
ત્રણ સુપરવાઈઝર યુવાનોએ યુવતીઓને બનાવતાં હતા શિકાર
જામનગરના જાણીતા સામાજીક કાર્યકર્તા શીતલ શેઠ તેમજ અન્ય મહિલાઓ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અહીં આરોગ્ય કર્મચારીને પણ સાથે રાખવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીએ પોતાનું નામ જાહેર કર્યું નથી પણ તેમણે જે આક્ષેપો કર્યા છે. તે સનસનીખેજ આક્ષેપ છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જણાવી રહ્યા છે કે, આવી ઘટનાઓ બની નથી જોકે ખુદ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ જ જે આક્ષેપ કર્યા છે તે ખૂબ ગંભીર આક્ષેપ છે.