- લડાકુ વિમાન રાફેલ જામનગરથી થયા રવાના
- અગાઉ 5 રાફેલ લવાયા હતા અંબાલા
- ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ વિમાનનો કર્યો કરાર
- અત્યાર સુધી ભારતને 8 રાફેલ મળ્યા
જામનગરઃ જામનગરમાં ગત બુધવારના રોજ લડાકુ વિમાન રાફેલની ગૂંજ સંભળાઇ હતી અને રાફેલ રાત્રિના આઠ કલાક અને 20 મિનિટે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જામનગર એરફોર્સ સ્ટેશન પર આવેલા 3 રાફેલ વિમાનની ડોક્યુમેટ ચકાસણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ત્રણેય લડાકુ રાફેલ વિમાન ગુુરુવારે વહેલી સવારે અંબાલા જવા રવાના થયા હતા.
અંબાલા એરબેઝ પર કરાશે તૈનાત
થોડા સમય પહેલા આવેલા 5 રાફેલ પણ અંબાલા ખાતે રાખવામાં આવ્યા છે, ત્યારે વધુ 3 રાફેલ ફ્રાન્સ દ્વારા ભારતને આપવામાં આવતાં તેનું લેન્ડિંગ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. જામનગરમાં નાઇટ હોલ્ડ કરી અંબાલા જવા રવાના થયા હતા. અંબાલા એરબેઝ પર આ તમામ રાફેલને તૈનાદ કરવામાં આવશે.
5th જનરેશન વિમાનવાળો દેશ બન્યો ભારત
સેનામાં લડાકુ વિમાન રાફેલનો સમાવેશ કરવામાં આવતાં જવાનાનો જુસ્સામાં પણ વધારો થયો છે અને તેનું મનોબળ વધ્યું છે. રાફેલ વિમાનએ મિસાઈલ સાથે માર કરવાની ક્ષમતા ધરાવતું લેટેસ્ટ લડાકુ વિમાન છે. જો કે અમેરિકા અને રશિયા પાસે 5th જનરેશનના લડાકુ વિમાનો છે. રાફેલના આગમનથી ભારત પણ લેટેસ્ટ લડાકુ વિમાન ધરાવતો દેશ બન્યો છે.
પાડોશી દેશો પાસે રાફેલ જેટલા ઘાતક વિમાન નથી
ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પાસે જે લડાકુ વિમાનો રાખવામાં આવ્યા છે, તે 4th જનરેશનના છે અને ચીન દ્વારા જ પાકિસ્તાનને એફ 18 વિમાન આપવામાં આવ્યું છે. જો કે, બન્ને દેશો પાસે જે લડાકુ વિમાનો છે, તે રાફેલ જેટલા ઘાતક નથી.