જામનગર ગઇકાલે જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વીજ ચેકીંગ કરાયા બાદ હવે ખંભાળીયા તરફ ચેકીંગ ( PGVCL checking in Khambhaliya ) ટુકડી ગઇ છે. જામનગરમાં વીજ ચોરી (Electricity theft in Jamnagar ) પકડવા આજ સવારથી ખંભાળીયા શહેર, ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તાર, વડત્રા અને જામનગર સર્કલના કેટલાક વિસ્તારોમાં 35 ટીમો દ્વારા સવારના 7 વાગ્યાથી વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ
જામનગરમાં મોટાપાયે વીજ ચોરીની શકયતા જાણવા મળતી માહિતી મુજબ આજે સવારથી પીજીવીસીએલની 35 ટીમો,18 એસઆરપી,12 લોકલ પોલીસ, 4 એકસ આર્મી મેન સહિતના બંદોબસ્ત સાથે ખંભાળીયા શહેરના કેટલાક વિસ્તારો તેમજ વડત્રા અને જામનગર શહેરના વિસ્તારોમાં કડક ચેકીંગ ( PGVCL checking in Khambhaliya ) કરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં મોટાપાયે વીજ ચોરી પકડાય તેવી શકયતા છે.
આ પણ વાંચો પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ
47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ ગઇકાલે સાધનાકોલોની, બાવાવાડ, ખફી હોટલ, ગોકુલનગર, રડાર રોડ, મયુરનગર, નગરસીમ વિસ્તાર, સિટી-2 સહિતના વિસ્તારોમાં ગઇકાલે 20 ટીમોએ સાંજ સુધીમાં 242 વીજ કનેકશનો ચેક કર્યા હતાં. જેમાંથી 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ (Electricity theft caught in 47 connections ) હતી અને 13.45 લાખનો કુલ દંડ ફટકારવામાં આવ્યો છે, આમ પીજીવીસીએલ દ્વારા બીજા દિવસે પણ ચેકીંગની કાર્યવાહી ચાલું રાખવામાં આવી હતી.