ETV Bharat / state

અને અહીં બને છે આકર્ષક ગરબા...જેની માંગ છે ગુજરાતના તમામ તીર્થધામોમાં.... - Nvaratri celebration news of Jamnagar

જામનગરઃ નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ જોવા મળે છે. લોકો આઠ દિવસ સુધી ગરબાનું પૂજન કરી નવમાં દિવસે તેને પાણીમાં વિસર્જન કરે છે. કહેવાય છે કે, નવલી રાત્રીના દિવસે ગરબાની પૂજા દરમિયાન માઁ અંબા ગરબે ઘૂમે છે. જેથી આ ગરબા પૂજનનું અનેરું મહત્વ જોવા મળે છે.પહેલા સાદા માટીના ગરબા મૂકીને તેની પૂજા થતી હતી. પણ હવે  ગરબાને બનાવટ પહેલાની સરખાણીએ વધુ આકર્ષક હોય છે. જામનગરમાં રહેતાં નયનાબેન પણ આવા જ સુંદર ગરબા બનાવે છે, તો ચાલો તેમની પાસેથી સમજીએ ગરબાનું મહત્વ..

etv
author img

By

Published : Sep 27, 2019, 11:40 AM IST

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં નયનાબેન સંચાણીયા છેલ્લા 14 વર્ષથી ગરબા બનાવે છે. જામનગરમાં તેમણે બનાવેલાં ગરબાની ભારે માગ જોવા મળે છે. તેઓ આભલાં, નંગ અને સુંદર રંગોની વિવિધ ડીઝાઈન બનાવીને સુંદર ગરબા તૈયાર કરે છે.

નયનાબેન ગરબા બનાવટ અંગે જણાવ્યું હતું કે, "તેમને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. એટલે કળાને જીવતી રાખવા માટે ગરબાને સુશોભિત કરવાનું શરૂ કર્યુ હતું. હાલ, તેઓ પાટુડી, કાંગરી, ઘડતરિયા અને ગાગરી જેવા વિવિધ પ્રકારના ગરબા બનાવે છે. જામનગર અને ભાવનગર સહિત અનેક જગ્યાએથી લોકો તેમના ગરબા લેવા માટે આવે છે. નવરાત્રીમાં તો ખાસ લોકો વિશેષ અને સુંદર ગરબાની માગ કરે છે. જેથી લોકોની પસંદ અને ગરબાની ગરીમાને જાળવીને સુંદર ગરબા બનાવવાનો પ્રયત્ન કરે છે."

આમ, નવલા નોરતાના દિવસો આંગળીને ટેરવે ગણાઈ રહ્યાં છે, ત્યારે બજારમાં ખૈલેયાઓની ભીડનો ધસારો જોવા મળી રહ્યો છે. સુંદર ગરબા, ચણીયા ચોળી અને માઁ અંબાના શૃંગાર તેમજ પૂજા સામગ્રીની માગ વધી રહી છે. વરસાદી વાતારણમાં પણ લોકોમાં નવરાત્રીના રમવાના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરથી લોકો બમણાં ઉત્સાહની ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે.

Intro:
Gj_jmr_03_bjp_garbo_avb_7202728_mansukh

જામનગરમાં ગરબામાં પણ બીજેપી ઇફેક્ટ....મુખ્યપ્રધાન વિજયભાઈને અપાશે ગરબો.....

બાઈટ: નયનાબેન તુષારભાઈ સંચાણીયા

એન્કર- નવલા નોરતાની તૈયારીઓનો પ્રારંભ થવાનો છે ત્યારે માતાજીના ગરબાની સજાવટ તૈયારી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર માં પણ ગરબા બનાવની શરૂઆત કરવામાં આવી છે

વિઓ 1 --જામનગરમાં ગાંધીનગરમાં રહેતા નયનાબેન તુષારભાઈ સંચાણીયા છેલ્લા 14 વર્ષથી નવરાત્રીમા નવદુર્ગાના ગરબા બનાવી રહ્યા છે નવલા નોરતાની અંદર માતાજીના ગરબાનું ખાસ મહત્વ છે એ ગરબાને ત્યાર કરતા પ્રજાપતિ પરિવાર તેને શણગાર કરવા આવી રહ્યા છે.... ગરબાને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે તેમાં ડાયમંડ આભલા અનેક વિવિધ ડિઝાઇન બનાવી ગરબા અને સુશોભિત કરવામાં આવી રહ્યા છે....

વિઓ ૨ --- જો કે આ વખતે નયનાબહેને બીજેપીનું નિશાન કમળ આકારનો ગરબો બનાવ્યો છે આ ગરબો તેઓ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવા માંગે છે....સીએમ વિજયભાઈ રૂપાણી દિવસે દિવસે ગુજરાતનો વિકાસ કરે અને ગુજરાત દેશના વિકાસમાં સિંહફાળો આપે તેવા ઉદ્દેશ્યથી આ ગરબો સીએમને આપવામાં આવશે

બાઈટ-નયના બેન સંચાલીયા

વિઓ 3 -આમ જોઈએ તો ગરબા વિવિધ પ્રકારના બનતા હોય છે જેમાં પ્રખ્યાત પાટુડી, કાંગરી, ઘડતરિયા, ગાગરી જેવી ગરબા નયનાબહેન બનાવી રહ્યા છે...

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.