જામનગરઃ સમગ્ર દેશ-દુનિયામાં કોરોના સંક્રમણની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે, તો આજે જામનગરમાં 24 કલાક સતત પોતાની ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને માસ્ક તેમજ સેનીટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યુ છે.
![Mask-sanitizer was distributed to police officers in Jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-06-mask-police-7202728-mansukh_11042020152331_1104f_1586598811_1057.jpg)
કોરોના સંક્રમણની મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં 24 કલાક સતત ખડેપગે જનતાની સેવામાં ફરજ બજાવતા પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો અને કર્મચારીઓને પણ આ મહામારીથી બચવા માસ્ક અને સેનીટાઇઝરની જરૂરત હોય છે. આ જરૂરિયાત અન્વયે જામનગર પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આજ રોજ એસ.પી શરદ સિંઘલ સાહેબેને 2000 માસ્ક તેમજ 300 સેનીટાઇઝરની બોટલો આપવામાં આવેલી હતી.
![Mask-sanitizer was distributed to police officers in Jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-06-mask-police-7202728-mansukh_11042020152331_1104f_1586598811_1032.jpg)
આ માસ્ક તેમજ સેનીટાઇઝર શિવ ઓમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના આશીષભાઈ રાબડીયા, પી.બી. ડબલ્યુ, પ્રા. લી.વાળા દિનેશભાઈ રાબડીયા તથા શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાળા પરેશભાઈ વાઘાણી દ્ધારા સંયુક્ત રીતે આપવામાં આવી હતી. તેઓ સાથે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ મહામંત્રી ડો. વિમલભાઈ કગથરા પણ જોડાયેલા હતા.