જામનગરઃ જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત PI કે. જી. ચૌધરીની LCBમાં તથા એસ. એસ. નિનામાની SOGમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર SOGના PI કે. એલ. ગાંધેની સીટી B ડિવીઝનમાં, LCBના PI એમ. જે. જલુ, સિટી A ડિવિઝનના PI એમ. આર. ગોંડલિયાની સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી C ડિવિઝનના PI યુ. એચ. વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના PI કે. જે. ભોલેની જામનગર ગ્રામ્ય CPIમાં તથા જામનગર ગ્રામ્ય CPIના PI આર. બી. ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક PI એસ. એચ. રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સિટી B ડિઝિનના વધારાના ચાર્જમાંથી PSI વાય. બી. રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.