જામનગર મહાનગર પાલિકા હદમાં સમાવવામાં આવેલા જામનગર શહેરની બહારના વિસ્તારોમાં તંત્ર ટેન્કર મારફત પાણીનું વિતરણ કરે છે. આ ટેન્કરોમાં GPS લગાવાયું હોય છે. જેથી આ વિસ્તારોમાં ખરા અર્થમાં પાણી પહોંચે છે કે, કેમ તેની માહિતી પ્રાપ્ત થાય છે.
કોંગ્રેસના કોર્પોરેટર જેનમબેન ખફીએ જામ્યુકો તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે, દર મહિને રૂપિયા 12 લાખથી વધુ રકમ પાણીના ટેન્કરોને આપવામાં આવે છે, પરંતુ આ પાણી જરૂરિયાતમંદો સુધી પહોંચતું નથી. મનપા તંત્ર ગેરકાયદેસર રીતે પાણીને વહેંચી નાખે છે. અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં તંત્ર 'આંખ આડે પાટા' બાંધી રહ્યું હતું. જેના પરિણામે નગર સેવિકા જેનમબેને આ રેડ પાડી હતી.