- સિક્કા અને સલાયાના માછીમારોનો દરિયામાં ખૌફ
- સચાણાની બોટમાંથી દરિયામાં જ લૂંટે છે માછલી
- કલેક્ટર અને SPને કરાઇ લેખિત રજૂઆત
જામનગર : શહેર નજીક આવેલા સચાણા ગામમાં મોટાભાગે માછીમારો વસવાટ કરી રહ્યા છે. આ માછીમારો પોતાનું ગુજરાન માછીમારી કરીને ચલાવી રહ્યા છે. આ ગામમાં 450થી વધુ બોટ છે. આ માછીમારો દરિયામાં માછીમારી કરીને પરત ફરતા હોય તે દરમિયાન દરિયામાં જ સલાયા તેમજ સિક્કાના માછીમારો તેમની માછલીઓની લૂંટ ચલાવે છે.
દરિયામાં ચાલતી લૂંટ ક્યારે અટકશે?
સચાણા બોટ એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ તેનો કોઈ નિવેડો આવતો નથી. જે કારણે માછીમારો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ત્યારે માછીમારો માંગણી કરી રહ્યા છે કે, તેમને જ્યારે દરિયામાં માછીમારી કરતા હોય છે, તે દરમિયાન સલાયા તેમજ સિક્કાની બોટના માછીમારો તેમની જાળી પણ તોડી નાખે છે. જેના કારણે જાળીમાં આવેલી તમામ માછલીઓ નીકળી જાય છે.
માછીમારોની રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં
દરિયામાં જ લૂંટ થતી થવાના વીડિયો માછીમારોએ ઉતર્યા છે. ત્યારે માછીમારો માગ કરી રહ્યા છે કે, સમુદ્રમાં જે પ્રકારે માછલીઓની લૂંટ કરવામાં આવી રહી છે, તે અટકાવવા માટે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને યોગ્ય પગલા લેવા જોઈએ.