જામનગર : જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગઇકાલે બપોરે પરિણીતાએ પોલીસ દ્વારા પતિ પર અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કારણે એસીડ પી લેતા સારવાર દરમિયાન જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનો મામલો ભારે ચર્ચામાં છે. મહિલાના સાસરીયાંનો આક્ષેપ છે કે મૃતક મહિલાના પતિ બિપીન ચાવડાને અવારનવાર પોલીસ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હતી. જેના કારણે મહિલાએ મનમાં લઈ લીધું અને પોતે એસિડ પી લેતા મોત નીપજ્યું છે.
મોટા પુત્ર પર ગુનો દાખલ હતો અને પોલીસ અવારનવાર તેમના ઘરે આવી અને પૂછપરછ કરી અને ધાકધમકીઓ આપતી હતી.જેથી મારા પુત્ર બિપીને આત્મહત્યા કરી લેવાનું તેની પત્નીને જણાવ્યું હતું. જેનું મૃતક મહિલાએ મનમાં રાખી લીધું હતું અને પોતે એસિડ પી અને આત્મહત્યા કરી લીધી છે....રામીબેન ચાવડા(મૃતક મહિલાના સાસુ)
પોલીસકર્મીઓ સામે ગંભીર આક્ષેપો : જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં એક પરિણીતાના આપઘાત પ્રકરણમાં ફરિયાદની માગ સાથે મોટું ટોળું જામનગર જિલ્લા પોલીસવડાના નિવાસસ્થાન ખાતે મોડી રાતે પહોંચ્યું હતું. આ સમયે તેમની સાથે અનુસૂચિત સમાજના આગેવાનો પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને સાધના કોલોની વિસ્તારમાં એસિડ પીને પરિણીતાના આપઘાત મામલે સાસરીના પરિવારજનો દ્વારા પોલીસકર્મીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલો હાઇવોલ્ટેજ બનતા રાત્રિના સમયે મોટું ટોળું જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નિવાસ્થાને પહોંચ્યો હતો. જ્યારે આ ઘટનાના પગલે પોલીસ કાફ્લો પણ તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો.
સાધના કોલોનીમાં મહિલાએ એસિડ પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મહિલાના માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મૃતક મહિલાનો પતિ અવારનવાર મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. મૃતક મહિલાના સાસુ તેમજ દિયર દ્વારા પણ મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાથી ફરિયાદમાં ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે..મહેન્દ્રસિંહ સોલંકી,ડીવાયએસપી
મહિલાના પિયરીયાં દ્વારા પોલીસ ફરિયાદ : તો સામે પક્ષે એસિડ પી મહિલાના આપઘાત પ્રકરણમાં આવ્યો નવો વળાંક આવ્યો હતો .306,498 સહિતની કલમ લગાવાઇ છે. મહિલાના પતિ બિપિન ચાવડા, અનિલ ચાવડા અને રામી ચાવડા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ છે. ભાવનાબેન ચાવડા નામની મહિલા આપઘાત મામલે જામનગર સિટી એ ડિવિઝનમાં મહિલાના પિયરીયાં દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહિલાના પતિ, દેયર અને સાસુ સામે નોંધાઇ ફરિયાદ છે અને તેમાં મહિલાને મરી જવા મજબૂર કર્યા સહિતની કલમો લગાવાઈ છે. ગઈ કાલે મૃતક મહિલાના પરિજનોએ પોલીસકર્મીઓના ત્રાસથી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.મહિલાના મૃતદેહની જી જી હોસ્પિટલમાં પેનલ પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી.
પિયરિયાનો આક્ષેપ : ગઇકાલે બપોરે મૃતકના પિયરિયાં જી જી હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં ત્યારે મૃતકના માતા લાખીબેન હરદાસભાઇ સાદિયા ચોંકાવનારા ખુલાસા કરતાં તેમની પુત્રીના મોત પાછળ જમાઇ બિપીન સોમા ચાવડાનો ત્રાસ હોવાનું કારણ દર્શાવ્યું હતું. મતૃકાના માતા લાખીબેને જણાવેલું કે પોલીસને બદનામ કરીને મારો જમાઈ બિપીન આ સંડોવળીમાંથી બચવા માંગે છે. મારી બેટીને બિપીનેે જ એસિડ પીવડાવ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો.