ETV Bharat / state

Jamnagar Crime: 1.33 કરોડાના દારૂ પર પોલીસ બુલ્ડોઝર ફેરવી દીધુ

જામનગર પોલીસે પકડેલા કરોડાના દારુ પર ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું છે. જામનગરના ત્રણેય ડિવિઝન અંદાજે 1.33 કરોડનો દારૂ પકડી પાડ્યો હતો. જેનો ગઈકાલે નાશ કરવામાં આવ્યો હતો. (Liquor Destruction in Jamnagar)

Liquor Destruction in Jamnagar : 1.33 કરોડાના દારુની બોટલ પર પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું

author img

By

Published : Feb 3, 2023, 12:32 PM IST

જામનગર પોલીસે પકડેલો કરોડાના દારુનો નાશ કર્યો

જામનગર : શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલા કરોડની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શહેરના પ્રાંત અધિકારી તેમજ અન્ય પોલીસ અધિકારી અને નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં જામનગરની ભાગોળે નાઘેડી નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 1.33 કરોડના દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Illegal Construction demolition : મહિલાઓ રોતી જ રહી ગઈ ને કૉર્પોરેશને ગેરકાયદેસર દબાણ પર ફેરવી નાખ્યું બુલડોઝર

કેટલો દારૂ પકડાયો હતો : જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 9,547 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત 41.22 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 13,162 નંગ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત 64.99 લાખ થાય છે. તેમજ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ 13,181 દારૂની બાટલીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત 34.54 લાખ થાય છે. આમ કુલ મળીને 33,861 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 1.33 કરોડ રૂપિયા થાય છે અને તેના પર પોલીસ ગઈકાલે બુલડોઝર ફરેવીને નાશ કર્યા છે.

પોલીસનું નિવેદન : Dysp વરૂણ વસાવા એ જણાવ્યું કે, કોરોના સમયથી જામનગર પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં આ દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ જથ્થા પર આજરોજ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થો નાશ કરવામાં આવ્યો છે. જામનગર સીટી એ ડિવિઝન, સીટી બી ડિવિઝન અને રેલવે પોલીસ દ્વારા પકડવામાં આવેલો દારૂનો જથ્થો નશાબંધી અધિકારી તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં એરપોર્ટ રોડ પર આવેલા સરકારી ગ્રાઉન્ડ પર નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar Crime : જાળીયાના ડુંગરામાં વિદેશી દારૂનું કટીંગ ઝડપાયું, સિહોર પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી

કોણ કોણ હાજર રહ્યું હતું : જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી ડી શાહ, શહેર વિભાગના Dysp વરૂણ વસાવા અને ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તેમજ નશાબંધી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.