જામનગર: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સાંસદસભ્ય પૂનમબેન માડમે ભારત સરકારના મુખ્ય વિભાગના પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરને ગ્રીન ઝોનમાં સમાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતને માન્ય રાખી જામનગરનો ગ્રીનઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહ અને આરોગ્ય મંત્રાલયમાં ટેલીફોનીક રજૂઆત કરી હતી. લોકડાઉનના ધોરણ મુજબ જરૂરી રિવ્યુ કરાયા બાદ જામનગર જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.