જામનગર ગ્રામ્ય બેઠક પર BSPના ઉમેદવારે બે બુથ પર ફરી વોટીંગ કરવા ચૂંટણી પંચમાં (Election Commission) રાવ કરવામાં આવી છે. વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જામનગર (Jamnagar assembly seat)જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જોકે જામનગર ગ્રામ્ય બેઠક હંમેશા વિવાદોમાં રહે છે. આ વખતે પણ જામનગર ગ્રામ્ય બેઠક પર ચૂંટણી દરમિયાન બે બૂથ પર ઝગડાઓ થયા હોવાની માહિતી મળી આવી છે.
બે બુથ પર ફરી મતદાન જામનગર ગ્રામ્ય બેઠકના બહુજન સમાજ પાર્ટીના(Bahujan Samaj Party)ઉમેદવાર કાસમ ખફીએ બે બુથ પર ફરી મતદાન કરવાની કરી માંગ છે. ગ્રામ્ય બેઠકના બુથ નંબર 221 અને 63 પર ફેર મતદાન કરવાની કરી માંગ છે. બંને બૂથ પર બોગસ વોટીંગ થયું હોવાની આશંકા છે. જેને લઈ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર(Candidate of Bahujan Samajwadi Party) કાસમ ખપે ચૂંટણીપંચને(Election Commission) એક પત્ર પણ લખ્યું છે.
મતદાન દરમિયાન ગેરરીતિ આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે બે જ બુથ પર મતદાન વખતે ધાંધલી થઈ છે જેના કારણે બંને બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવે જોકે ચૂંટણી પણ શું નિર્ણય લે તે જોવાનું રહ્યું Etv ભારત સાથે ટેલિફોનિક વાત કરતા ઉમેદવાર કાસમ ખફીએ જણાવ્યુ કે બે બુથ પર મતદાન દરમિયાન ગેરરીતિ થઈ હોવાની ચોક્કસ વિગતો મળી છે. જેને લઇ આ બંને બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવે તેવી અમે ચૂંટણી પક્ષ સમક્ષ માંગ કરી છે અને ચૂંટણીપક્ષ પોઝિટિવ જવાબ આવે તે જરૂરી છે