પ્રાપ્ત વિગતો મુજબ, બે કોમ વચ્ચે જૂનું મનદુઃખના કારણે થઈ મારામારી થઈ હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. ઘટનાની જાણ થતાં જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ તાત્કાલિક પરિસ્થિતિને શાંત પાડવામાં આવી હતી.
દલિત અને કોળી વચ્ચે અગાવના જુના મન દુઃખમાં બબાલ થઈ હતી અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો આ બાબતની મેયરને ઘટનાની જાણ થતાં હનુમાન ટેકરીએ પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ અને ડીવાયએસપી અજયસિંહ જાડેજા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ પહેરો પણ ગોઢવી દેવામાં આવ્યો હતો. તો સીટી સી ડીવીઝન PI પાંડોર દ્વારા હુમલામાં ઘવાયેલાઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જી જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ મેયર હસમુખ જેઠવા અને SPની દરમિયાનગીરીથી મામલો શાંત પડયો હતો.