•રામ મંદિરના નિર્માણમાં 40 લાખ ગામડાઓમાંથી ધન સંગ્રહ કરવામાં આવશે
• વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દૂ પરિવાર પાસેથી લેશે ફાળો
• જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની યોજાઇ બેઠક
• પ્રમુખ, ઉપ પ્રમુખની કરાશે નિયુકિત
જામનગરઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે તથા હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે ડૉક્ટર હેડગેવાર ભવન સંઘ કાર્યાલય જામનગર ખાતે બપોરે 2 થી 5 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની યોજાઇ બેઠક
આ બેઠકમાં પ્રવક્તા તથા વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાના કેન્દ્રીય પ્રધાન દેવજીભાઈ રાવલે માર્ગદર્શન આપ્યું અને તેમના જણાવ્યા મુજબ શ્રી રામ જન્મભૂમિ મંદિરના વિવાદ મુદ્દે ન્યાયાલયમાં 70 વર્ષ સુધી કાનૂની લડત બાદ વિજય થયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3,000 કેટલાક ધાર્મિક સ્થાનોની જળ અને માટી એકત્રિત કરી અને રામજન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થાય તેના પાયામાં અર્પણ કરી અને ભવ્ય ભૂમિપૂજન કર્યું હતું.
કેન્દ્રીય સંઘ તથા સંતો દ્વારા આ વાત બેઠકમાં થઈ હતી. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ અને દરેક હિંદુના હદયમાં અયોધ્યા બનવું જોઇએ, તે માટે રાષ્ટ્રનું નિર્માણ થવું જોઈએ. જેથી દેશમાં 40,00,000 ગામડામાંથી તથા 22 કરોડ હિન્દુ પરિવારમાંથી ધનસંગ્રહ કરી મંદિરના નિર્માણ ઉપયોગમાં થવાનું છે. તે કાર્યક્રમ 15 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી 2021 મકરસંક્રાંતિ પૂર્ણિમા સુધી થવાનું છે. આ કાર્યમાં પ્રમુખ તરીકે વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ થવાની છે.
પ્રમુખ, ઉપ પ્રમુખની કરાશે નિયુકિત
તે માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પ્રમુખ તથા ઉપપ્રમુખના નામની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના મોટાભાગના ગામડામાંથી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નિર્માણ પામનારા મંદિર માટે પણ ધન સંગ્રહ કરવામાં આવશે. જેમાં સામાન્ય માણસ પાસેથી રૂપિયા દસ અને અન્ય લોકો પાસેથી યથાશક્તિ યોગદાન લેવામાં આવશે.