જો કે, આ આગમાં કોઈ જાનહાની થઈ નથી, પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવામાં આવેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. હાલ તો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બહાર આવ્યું છે.
જામનગરમાં રામડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક ફાયર ફાઈટરની મદદથી સમગ્ર આગને કાબૂમાં લેવામાં આવી છે અને આગમાં કોઈ જાનહાની થઈ નથી.