ETV Bharat / state

વિશ્વ પ્રખ્યાત ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિત સિંહજીની 148મી જન્મજયંતિ, વાંચો તેમની ખાસ વાતો - cricket

10 સપ્ટેમ્બરે ક્રિકેટર રણજીતસિંહનો જન્મ દિવસ છે. આજનો દિવસ જામનગરવાસીઓ માટે મહત્વનો છે કે, જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો તેમજ રણજીતસાગર ડેમ જેમના શાસનકાળમાં થયો હતો, તે વિશ્વ વિખ્યાત જામ રણજીતસિંહજીનો 10 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે, રાજવી અને ઓલ રાઉન્ડર ખેલાડીની આજે 148મી જન્મજયંતિ પર લોકો તેમને આદરપૂર્વક યાદ કરે છે.

Cricketer
Cricketer
author img

By

Published : Sep 10, 2020, 6:58 PM IST

જામનગર: જામ રણજીતસિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલા સડોદર ગામે દરબારગઢમાં થયો હતો. તેમણે 11મી માર્ચ 1907ના રોજ જામનગરની રાજગાદી સંભાળી અને 26 વર્ષ સુધી રાજ કર્યું હતું. જામ રણજીતસિંહનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજ ટ્રિનીટી કોલેજમાં થયો હતો. પશ્ચિમ કેળવળી મેળવનાર પ્રથમ રાજવી હતા. પશ્ચિમ સુધારાવાદી વિચારસરણીના કારણે તેમને અનેક અંધશ્રદ્ધાઓ દુર કરી અને શહેરને આધુનિક સ્વરૂપ આપ્યું હતું.

Cricketer
ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની 148મી જન્મજયંતિ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રણજીસિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે પણ દેશમાં રમાતી રણજીટ્રોફી ટૂર્નામેન્ટએ જામ રણજીતસિંહની યાદમાં રમાય છે. તે સમયે અંગ્રેજ પ્રજામાં એવી છાપ હતી કે, કાળી ચામડી વાળા શું ક્રિકેટ રમી શકે…? જામ રણજીતે તેને દુર કરી હતી અને એક પછી એક કિર્તિમાનો સ્થાપી નવાનગરનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું.

રણજીતસિંહજી રાઇટહેન્ડ બેસ્ટમેન હતા. તેમણે ટેસ્ટ મેચમાં 45.00ની એવરેજથી 989 રન અને ફર્સ્ટ કલાસ મેચમાં 56.04ની એવરેજથી 307 મેચમાં 24,692 રન ફટકાર્યા હતા. જયારે રાઇટહેન્ડ મિડિયમ બોલર તરીકે તેમણે ટેસ્ટ મેચમાં એક અને ફર્સ્ટ કલાસ મેચમાં 133 વિકેટ ઝડપી હતી. જામનગરનો વિકાસ આજે જેમને આભારી છે, તે જામ રણજીતસિંહે તેમના શાસનકાળમાં મહેસુલી પદ્ધતિ સુધારી, દિવાનની જગ્યાએ સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી બેડીબંદરનું આધુનિકરણ, જામનગરથી દ્વારકા સુધીની રેલ્વે લાઇનમાં વધારો હાલની જી.જી.હોસ્પિટલનું બાંધકામ, નગરના રસ્તાઓ, સુમેર સ્પોર્ટસ કલબ, રણજીત સાગર ડેમ વિગેરે વિકાસ કામો તેઓના શાસનકાળમાં થયા હતા.

મહારાજા લીગ ઓફ નેશન્સમાં જામ રણજીતસિંહ ભારતના પ્રતિનિધિ તરીકે નિમાયા હતા. આ ઉપરાંત તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીઝના પ્રમુખ પણ રહ્યા હતાં. 1930માં યોજાયેલી ગોળમેજી પરિષદમાં પણ તેમણે ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.