જામનગરઃ હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ હવે જે તે જિલ્લા કલેકટરની મંજૂરી મળ્યા બાદ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં છેલ્લા 27 વર્ષથી સેવાભાવી સંસ્થા તરીકે કામ કરતી સમર્પણ હોસ્પિટલમાં પણ આજથી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે. જામનગર પથકમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી વધી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર એસ. રવીશંકર દ્વારા વિવિધ ખાનગી હોસ્પિટલો પણ કોવિડ માટે આગળ આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.
જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ, કોરોનાના દર્દીઓને અપાશે સારવાર જામનગરની સમર્પણ હોસ્પિટલમાં હાલાર પંથકના દર્દીઓ નજીવી ફી ભરી અને સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી સમર્પણ હોસ્પિટલ હાલાર પંથકના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે.સમર્પણ હોસ્પિટલમાં આજથી જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે. તેમજ સ્ટાફ નર્સ અને કોવિડના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 90 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાંથી 50 જેટલા રૂમમાં ઓક્સિજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આમ પણ કોરોના મહામારી દરમિયાન સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસતાભાઈ કેશવાલાએ લાખો રૂપિયાના ઘઉં ગરીબ લોકોને દાનમાં આપ્યા હતા.હજુ પણ સતત ગરીબોની સેવા કરવાનો નેક ઈરાદો ધરાવતા વસ્તાભાઈ કેશવાલા જણાવી રહ્યા છે કે, કોરોનાનને કોઈ પણ ભોગે હરાવીશું સમર્પણ હોસ્પિટલમાં નજીવી ફી દર્દીઓ પાસેથી લઈ સારવાર આપવામાં આવશે અને અમે છેલ્લા 27 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા જ કરી રહ્યા છીએ હજુ પણ સમર્પણ હોસ્પિટલમાં આવતા દિન દુખિયા લોકો પાસેથી પેસા પણ લેવામાં આવતા નથી.ડૉ.હિમાંશુ પાઢે જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલ શરૂ કરતાં જ ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24 કલાક ડૉક્ટર્સ ઉપલબ્ધ રહેશે અને 50 જેટલા રૂમમાં ઓક્સિજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.