જામનગર: કૉમોડોર અજય પટનીએ 29 જાન્યુઆરી 2020ના રોજ જામનગર ખાતે યોજાયેલા એક પ્રભાવશાળી કાર્યક્રમ દરમિયાન કૉમોડોર સી. રઘુરામ પાસેથી આ કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. કૉમોડોર સી. રઘુરામે 31મે 2018ના રોજ INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રમાં તૈનાત નૌકાદળના આ અગ્રણી તાલીમ અને વહીવટી સ્થળે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
કૉમોડોર અજય પટનીને ભારતીય નૌકાદળમાં 30 નવેમ્બર 1991ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને નૌકાદળ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રથમ આવવા બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું.
કૉમોડોર અજય પટનીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, નવી દિલ્હીમાંથી માઇક્રોવેવ એન્ડ કમ્યુનિકેશનમાં તેમની અનુસ્નાતકની પદવી મેળવી છે અને વેલિંગ્ટનમાં આવેલી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને ગોવામાં આવેલી નૌકાદળ યુદ્ધ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
કૉમોડોર અજય પટનીએ 2003માં નૌસેના અઘ્યક્ષ, 1999માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન- ચીફ (દક્ષિણ) અને 1996માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન- ચીફ (પશ્ચિમ)થી પ્રશંસા મેળવી છે. તેમની મુખ્ય નિયુક્તિઓમાં સંરક્ષણ મંત્રાલયના ભારતીય હેડ ક્વાર્ટર (નૌકાદળ)માં નવલ ડોકયાર્ડ (મુંબઇ) ખાતે અધિક મહા પ્રબંધક (પ્લાનિંગ) અને ડાયરેક્ટોરેટ ઓફ પર્સનલ (DOP) અને ડાયરેક્ટોરેટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (DEE)નો સમાવેશ થાય છે. કૉમોડોર ઓનબોર્ડ ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજ તીર, દુનાગીરી અને રણવીરમાં પણ શ્રેષ્ઠ સેવાઓ આપી છે.