- કોંગ્રેસના બળવાખોર ઉમેદવારે BSPમાં જોડાયા
- ભાજપના ટેકાથી BSPએ નવી બોડી બનાવી
- BSPના માત્ર બે જ ઉમેદવાર ચૂંટાયા હતા
આ પણ વાંચોઃ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
જામનગરઃ ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 9, BSPને 2 અને ભાજપને 7 બેઠક મળી હતી. બુધવારે કોંગ્રેસના અસંતુષ્ટ ઉમેદવાર ભાવનાબેન સાકરિયા બહુજન સમાજ પાર્ટીમાં ભળી ગયા હતાં અને ભાજપના ટેકાથી તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા હતાં.
આ પણ વાંચોઃ મહેસાણામાં જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
પ્રમુખ અને ઉપપ્રમુખની કરવામાં આવી વરણી
ઉપપ્રમુખ તરીકે ભાજપના દેવાભાઈ પરમારની વરણી થઈ હતી તેમજ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસના હેમંત ખવાની ટિકિટ કપાતા જામજોધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારે બહુજન સમાજ પાર્ટીમાં જોડાઈને કોંગ્રેસની જીતની બાજીને હારમાં પલ્ટાવી દીધી હતી.