- ફાઇનાન્સ કંપનીના મેનેજર પર થયેલા હુમલા મુદે DYSPને આવેદનપત્ર
- કંપનીના મેનેજરોએ DYSPને આવેદનપત્ર આપ્યું
- ગત 8 તારીખે થયો હતો હુમલો
જામનગરઃ જિલ્લાના ખંભાળિયામાં ફાઈનાન્સ કંપનીના મેનેજર પર લોન લીધેલા આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ફાઇનાન્સ મેનેજરને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.
હજુપણ આરોપીઓ ફોન પર આપી રહ્યા છે ધમકીઓ
ફરિયાદીના જણાવ્યા અનુસાર હજુપણ આરોપીઓ ફોન પર ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફાઇનાન્સ કંપનીના મેનેજરોએ આવેદનપત્ર આપ્યું હતું.
કાયદેસરની કાર્યાવાહી કરવાની DYSP એ આપી ખાત્રી
મોટી સંખ્યામાં વિવિધ ફાઇનાન્સ કંપનીના મેનેજરો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. DYSPએ ખાત્રી આપી છે કે, હુમલા ખોર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે.