જામનગરઃ શહેરના મહાવીરનગરમાં એક જ શેરીમાંથી ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી મહાનગરપાલિકાએ આ શેરીને કન્ટેટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. છતાં પણ અમુક લોકો ઘરની બહાર નીકળી ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. જેથી જનતા જોખમમાં મૂકાઈ છે.
મહાવીરનરમાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલા બે પરીવારના લોકો ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં છે. જેથી રોષે ભરાયેલા સ્થાનિકો તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
કેટલાંક સફાઈ કામદારો JMCમાં નોકરી કરે છે. જે અન્ય શહેરના લોકોને પણ મળતા હોય છે. છતાં તેમને મહાનગરપાલિકા દ્વારા રોકવામા આવતા નથી. જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ રહીશો તંત્રની ઢીલી કામગીરીની પણ નિંદા કરી રહ્યાં છે.
આમ, સંક્રમણ ન વધે તેની તકેદારી રાખવા મહાનગરપાલિકાએ ખુલ્લેઆમ ફરતા લોકોને અંકુશમાં રાખવા જરૂરી છે. છતાં તંત્ર દ્વારા કડક પગલા લેવામાં ન આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.