- તાલુકા વિકાસ અધિકારીને અજાણ્યા બાઇક સવારે મારી ટક્કર
- ઈજાગ્રસ્ત અધિકારીને સારવાર માટે જામનગર ખસેડાયા
- જી જી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે સારવાર
જામનગર: શુક્રવારની સવારે 10:30 વાગ્યાનાં સુમારે જોડિયા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ટીલાવત પોતાનું બાઈક લઈને હડીયાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને અડફેટે લેતાં તેઓને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સરપંચ અને તાલુકા પંચાયત સ્ટાફ દોડી આવ્યા હતા
અકસ્માતમાં ઈજા પામેલા અધિકારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં જી.જી. હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક્સિડન્ટનાં સમાચાર મળતાં જ જોડિયાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયંતીભાઈ સોરઠીયા અને હડીયાણાના સરપંચ જયસુખભાઇ સહિત તાલુકા પંચાયત સ્ટાફ દોડી આવ્યા હતા. હાલમાં તેઓની તબિયત સુધારા પર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.