ETV Bharat / state

જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું રેસ્ક્યુ કરતી મોકડ્રિલ યોજાઇ - જામનગર કોવિડ હોસ્પિટલ

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર સજ્જ બન્યું છે. જામનગર કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું રેસ્ક્યુ કરતી મોકડ્રિલ યોજાઇ હતી. પોલીસ,વહીવટીતંત્ર અને ફાયર વિભાગ દ્વારા એક્સરસાઇઝનું આયોજન કર્યું હતું

mock drill
mock drill
author img

By

Published : Dec 6, 2020, 9:44 PM IST

  • જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ
  • હોસ્પિટલ સ્ટાફને ફાયર વિભાગે આપી ટ્રેનિગ
  • રાજકોટ જેવી ઘટના ન બને તે માટે યોજાઈ મોકડ્રિલ
    જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું રેસ્ક્યુ કરતી મોકડ્રિલ યોજાઇ

જામનગરઃ રાજકોટની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ થવાથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને 6 દર્દીઓના હોસ્પિટલમાં જ મોત નિપજયા હતા. જેને પગલે રાજ્યભરની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી અને આવી ઘટના ફરી ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રિલનું આયોજન રવિવારના રોજ જામનગરની કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

ફાયર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી

જામનગરની કોવિડ હોસ્પિટલમાં એક્સ આર્મી મેન ગાર્ડ તરીકેની ફરજ બજાવે છે આ એક્સ આર્મીમેનને આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તે વિશે માહિતી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે અને એક્સરસાઇઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ અને ફાયર વિભાગ થતા પોલીસ કર્મચારીઓ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ જોડાયા હતા

આઇસીયુ વિભાગમાં થોડા સમય પહેલા જ આગ લાગી હતી

ઉલ્લેખનીય છે કે જામનગર કોવિડ હોસ્પિટલ પાસે આવેલા આઇસીયુ વિભાગમાં થોડા સમય પહેલા જ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ થઇ ન હતી પણ લાખો રૂપિયા મશીનો બળીને ખાખ થઇ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.