હાલ જી. જી. હોસ્પિટલમાં 14 દર્દી એડમિટ છે, તો ચાલુ સિઝન સ્વાઈન ફ્લૂથી 14 જેટલા દર્દીના મોત નીપજ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ અજગરની જેમ ભરડો લીધો છે.
મહત્વનું એ છે કે, પોરબંદરના ત્રણ દર્દીઓના ત્રણ દિવસ દરમિયાનમાં સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે મોત થયા છે, તો શનિવારે દ્વારકાના વતની વિરાભાઈ નામના 70 વર્ષના વૃદ્ધને સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનું મોત થયું છે.