- લાલપુર ચોકડી પાસે હોટેલ-દુકાનો સીલ કરાઈ
- ખેતલાઆપા, સપના ગાર્ડન, શ્રી રવરાઈ કૃપા સીલ
- તમામ દુકાનો પર કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હતું
જામનગરઃ લાલપુર બાયપાસ ચોકડી પાસેથી વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર થતી હોવાથી ખાણીપીણીના અનેક ધંધાર્થીઓને ત્યાં ભીડ એકઠી થતી હોય છે. લાલપુર ચોકડી પાસે આવેલી ખેતલાઆપા અને સપના ગાર્ડન, શ્રી રવરાઈ કૃપા સહિતની દુકાનો સીલ કરવામાં આવી છે. આ તમામ દુકાન પર કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હતું, જેના કારણે તંત્રએ આ દુકાનો સીલ કરી છે.
આ પણ વાંચોઃ ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા ગ્રાહક માસ્ક વગર જણાશે તો દુકાન 7 દિવસ સુધી સીલ કરવામાં આવશે
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે સીલની કાર્યવાહી
લાલપુર બાયપાસ ચોકડી પાસે અલગઅલગ ખાણીપીણી, ઠંડા પીણા, પાન મસાલા વગેરેની દુકાનો આવેલી છે. તેમજ હોટલો પણ આવેલી છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારના મામલતદાર, પંચકોષીએ ડિવિઝનના PSI તથા અન્ય સ્ટાફ વગેરે ચેકિંગ હાથ ધરતા સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે 17 ચા-પાનની દુકાનો અને હોટેલોને 7 દિવસ માટે સીલ
હજી પણ કાર્યવાહી કરવામાં આવશે
તંત્રએ તાત્કાલિક અસરથી ભીડ એકઠી કરવામાં આવતી હોય તેવી તમામ 8 દુકાનોને 3 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 2 હોટલને 7 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે, જેના અનુસંધાને અને લોકોની ભીડ એકઠી ના થાય તે અનુસંધાને તંત્ર દ્વારા અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.