- જામનગરમાં 1.15 કરોડની સરકારી જમીન પચાવી પાડીને વેચી નાંખી
- દલાલ કિશોર મહેતાએ 3 ભાઈઓ પાસે નોટરી કરાવીને પ્લોટનો વેચાણખત તૈયાર કરાવ્યો
- ફાજલ જમીન ખોટા દસ્તાવેજો હોવાનું જણાતા 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
જામનગર : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં રહેતાં સંજય ભૂત અને તેના અન્ય બે ભાઈઓની સંયુકત માલિકીની 12 જમીન જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલી છે. આ જમીનમાં અઢી વીઘામાં ફાર્મ હાઉસ અને 10 વીઘામાં ખેતી કરતા હતાં. વર્ષ 2019માં આ જમીન વેચવા માટે જામનગરના ગુલાબનગરમાં રહેતાં કિશોર ગજાનંદ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જમીન રૂપિયા 1.15 કરોડમાં વેચવાનો સોદો થયો હતો. જે પૈકી 15 લાખ રોકડા દેવાના હતા અને બાકીના રૂપિયાના ખીજડિયા અને હાપા વિસ્તારમાં આવેલી બીનખેતીના પ્લોટના દસ્તાવેજ કરાવી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દલાલ કિશોર મહેતાએ ત્રણેય ભાઈઓને બોલાવી નોટરી કરાવીને પ્લોટનો વેચાણખત તૈયાર કરાવ્યો હતો.
સરકારી જમીન ખોટા કાગળિયા બનાવી વેચી નાખી
સંજયના ભાઈ હસમુખની કિશોર દલાલે પ્લોટના માલિક તરીકે સરીફ ઓસમાણ, ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજાની ઓળખ કરાવી હતી. જે બાદ વેચાણખત થઈ ગયા બાદ ત્રણેય શખ્સોએ બન્ને પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને પટેલ ભાઈઓેને આપી દીધા હતાં. જે બાદ પટેલ ભાઈઓએ આ પ્લોટ વેચવા મૂકતા આ દસ્તાવેજ ફાજલ જમીન ખોટા દસ્તાવેજો હોવાનું જણાતા પટેલ પ્રૌઢે ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI બી. એસ. વાળા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો -
- ચોકીદાર જ ચોર: ચોકીદારને જમીન સાચવવા આપી અને તેને જ જમીન પચાવી પાડી
- ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ચેતજો : લેન્ડ ગ્રોબિંગ પ્રવૃત્તિને ડામવાનો સીએમ રૂપાણીનો નિર્ણય
- ગાંધીનગરમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાનું કામ કરતા પાંચ ભૂમાફિયા ઝડપાયા
- બોગસ દસ્તાવેજોને આધારે કરોડોની જમીન પચાવી પાડનારા બે ઝડપાયા
- અડધોઅડધ અમરેલીની સરકારી જમીન પચાવી પાડવાનો 20 વર્ષથી ચાલતો કારસો, અમરેલી પોલીસે કર્યો પર્દાફાશ
- ધંધુકામાં જમીન પચાવી પાડવા પર અધિનિયમ અંતર્ગત લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
- અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ, ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડી