ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાના શહેરોમાં પણ સ્‍વૈચ્‍છિક લોકડાઉનની શરૂઆત - corona news

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાને લઇ અનેક ગામડાઓમાં સ્‍વૈચ્‍છિક લોકડાઉનની જાહેરાત બાદ હવે શહેરોમાં પણ સ્‍વયંભૂ લોકડાઉન થઇ રહયા છે.

ગીર શહેરમાં પાલિકાના અઘિકારીઓની બેઠક મળી

author img

By

Published : Apr 14, 2021, 10:02 AM IST

Updated : Apr 14, 2021, 2:51 PM IST

  • જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા
  • પાંચ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો
  • તમામ દુકાનો સ્‍વયંભૂ બંધ રાખવાનો નિર્ણય

ગીર સોમનાથ : કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્‍યારે જિલ્લામાં ગઇકાલે મંગળવારે કોરોનાના નવા 21 કેસો નોંધાયા છે. ગઇકાલે જે નવા કેસ નોંધાયા છે. તેમાં, વેરાવળમાં 7, સુત્રાપાડામાં 3, કોડીનારમાં 2, ઉનામાં 2, તાલાલામાં 4, ગીરગઢડામાં 3 નોધાયા છે. ગઇકાલે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયેલા નથી. સારવારમાં રહેલા એક પણ દર્દી ડિસ્‍ચાર્જ કરાયો નથી.

કોરોનાના વધતા કેસ
કોરોનાના વધતા કેસ

જિલ્લામાં 1,14,143 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,14,143 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગઇકાલે વધુ 5,544 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

આ પણ વાંચો : બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું

ગામડાઓમાં સ્‍વૈચ્‍છિક લોકડાઉનની જાહેરાત પછી શહેરોમાં પણ સ્‍વયંભૂ લોકડાઉન

જિલ્‍લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ અનેક ગામડાઓમાં સ્‍વૈચ્‍છિક લોકડાઉનની જાહેરાત બાદ હવે શહેરોમાં પણ સ્‍વયંભૂ લોકડાઉન થઇ રહયા છે. જેમાં ઉનામાં જાહેરાત થયા પછી ગઇકાલે મોડીસાંજે તાલાલા ગીર શહેરમાં પાલિકાના શાસકો, વેપારી આગેવાનો અને પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તાલાલા, ગીર શહેર અને પંથકમાં કોરોનાની વર્તમાન સ્‍થ‍િતિ અને વધી રહેલા સંક્રમણ અંગે ચર્ચાઓ કરાયેલી હતી.

કોરોનાના વધતા કેસ
કોરોનાના વધતા કેસ

પાંચ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો

વર્તમાન પરિસ્‍થ‍િતિ જોતા પાંચ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં તાલાલા ગીર શહેરમાં તા. 14થી 18 એપ્રિલ સુધી લોકડાઉન રહશે. આ સમયગાળાના દિવસોમાં મેડિકલ અને શાકભાજીની દુકાનો સવારે 8થી 1 વાગ્યા સુધી અને ડેરીઓ સવારે અને સાંજે 7થી 9 વાગ્‍યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ સિવાય તમામ દુકાનો સ્‍વયંભૂ બંધ રાખવાનો નિર્ણય સામુહિક નિર્ણય લેવાયાની જાહેરાત કરાઇ છે.

આ પણ વાંચો : કોરોનાના કેસ વધતા સુરત જિલ્લો સ્વૈચ્છિક લોકડાઉન તરફ

કોરોના હોસ્પિટલ
કોરોના હોસ્પિટલ

સામાજિક તથા વેપારી આગેવાનો જલારામ વાડી ખાતે બેઠક મળી

ગઇકાલે સાંજે ગીર-ગઢડા ગ્રામપંચાયતના સરપંચ કરશન ભાલિયા, તાલુકા પંચાયતના ચેરમેન ઉકા વાઘેલા, ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ ગાંધી, અનિલ વિઠલાણીની હાજરીમાં સામાજિક તથા વેપારી આગેવાનો જલારામ વાડી ખાતે બેઠક મળી હતી. જેમાં વર્તમાન કોરોના મહામારીની શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રસરેલી સ્‍થ‍િતિની સમીક્ષા અને દરેક નાગરિકોની સલામતી અને સુરક્ષા હેતુસર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેના અંતે સ્વૈચ્‍છિક લોકડાઉન કરવાનું સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.

વેપાર-ધંધા સવારે 6થી બપોરે 2 વાગ્‍યા સુધી જ ખુલ્‍લા રાખ્યા

જેમાં તા 14થી 25 એપ્ર‍િલ સુધી ગામમાં તમામ વેપાર-ધંધા સવારે 6થી બપોરે 2 વાગ્‍યા સુધી જ ખુલ્‍લા રાખી શકાશે. બપોર પછી તમામ વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રહેશે. માત્ર દુધની ડેરીઓ સાંજના 6થી 9 વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. આ સમયગાળા દરમિયાન દવાખાના, મેડિકલ સ્ટોર્સ, લેબોરેટરી દિવસભર ખુલ્‍લા રહેશે. ગામમાં તમામ લોકોએ કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, ભીડ ન થવા દેવા સહિતના નિયમનું પાલન કરવાનું રહેશે. જો કોઇ ભંગ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે.

Last Updated : Apr 14, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.