ગીર સોમનાથ: જિલ્લાના ઉના વિધાનસભાના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય ઉના તાલુકામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે પોલીસને તાકી કરવાનો હતો.
ધારાસભ્યનું કહેવું છે કે, જૂનાગઢ પોલીસ રેન્જમાં નવા IG આવ્યા બાદ ઉના તાલુકો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણની નજીક આવેલો હોય, ત્યારે લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરી તે સામાન્ય બની ગઇ છે. તેમજ ખનીજ ચોરી, રેતી ચોરીમાં ગેંગ બનાવી શહેરમાં ફરતા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પુંજા વંશ દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવાયું હતું.
આ ઉપરાંત ધારાસભ્ય પૂજા વંશે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા ઉનામાં ગત માસના રોજ થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોતાને સંડોવવામાં આવી રહ્યા છે, ત્યારે SIT દ્વારા FIRમાં નામ પણ ન હોય છતાં ચાર વખત સમન્સ આપી અને કલાકો સુધી પોતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.