- ઓછા પ્રવાસીઓ મળતા હોવાથી રેલવે વિભાગે કર્યો નિર્ણય
- દરરોજના બદલે 3 દિવસ જ ચાલશે ટ્રેન
- ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકાશે
ગીર સોમનાથ: આ અંગે રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવેલું કે, ઓછા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ-બાંદ્રા-વેરાવળ અને ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ટ્રેન નં.02972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 28 એપ્રિલથી 14મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર) અને ટ્રેન નં.02971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 1 મેથી 17 મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (ગુરુવાર, શનિવાર અને સોમવાર) દોડશે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં પેસેન્જર ટ્રેનના આગમનથી સ્થાનિકોમાં ખુશી
વિશેષ ટ્રેનો અઠવાડિયામાં 3 દિવસ ચાલશે
ટ્રેન નં.09217 બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ 29 એપ્રિલથી 15મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) અને ટ્રેન નં.09218 વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ 30 એપ્રિલથી 16મે સુધી અઠવાડિયામાં 3 દિવસ (બુધવાર, શુક્રવાર અને રવિવાર) દોડશે. યાત્રિઓ આ ટ્રેનની વિસ્તૃત માહિતી રેલવેની વેબસાઇટ પર જોઇ શકશે.
આ પણ વાંચો: અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન કરાઇ બંધ
- ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે રવિવારે જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન આજે સોમવારથી પ્રવાસીઓની અછતના કારણે બંધ કરવામાં આવી છે.